પૂંછ સેક્ટરમાં આઇઇડી બ્લાસ્ટ : ૧ જવાન શહિદ,આઠ ઘાયલ

0
6

પૂંછ,તા.૨૨
જમ્મુ-કશ્મીરનાં પુંછ જિલ્લાનાં મેંઢર વિસ્તારમાં બુધવારનાં રોજ આઇઇડી બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એક જવાન પણ શહીદ થઇ ગયેલ છે. જ્યારે ૮ જવાનો ઘાયલ થયાના સમાચાર છે. તમામ ઘાયલ જવાનોને એર લિફ્ટ કરીને ઉધમપુર બેસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.
રિપોર્ટ અનુસાર, ૧૨ મદ્રાસ રેજિમેંટનાં એક ગશ્તી દળ ડેરા ડબસીથી પસાર થઇ રહ્યું હતું ત્યારે એ જ દરમ્યાન બ્લાસ્ટ થયો. આ વિસ્ફોટમાં આઠ સૈનિકોને ઇજા થઇ ગઇ. તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં. અહીં એક જવાને તો પોતાનો દમ તોડી દીધો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સેનાનાં એક જવાનનું મોત અને આઠ અન્યનાં ઘાયલ થયાંની પુષ્ટિ કરી છે. જા કે હાલમાં સેનાનાં અધિકારી આ બ્લાસ્ટની તપાસ કરી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY