પાક.નાગરિકો ૪૮ કલાકમાં બિકાનેર છોડી દે : જિલ્લામાં ધારા ૧૪૪ લાગૂ

0
4

બિકાનેર,તા.૧૯
પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા બીકાનેર જિલ્લા કલેકટર કુમારપાલ ગૌતમ દ્વારા બીકાનેર જિલ્લામાં રહેતા બધા પાકિસ્તાન નાગરિકોને આગામી ૪૮ કલાકમાં જિલ્લો છોડવા આદેશ આપ્યો છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં ધારા ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જા કોઇ પાકિસ્તાની નાગરિક આ આદેશનો ભંગ કરશે તેના વિરુધ્ધ સખત કાર્યવાહી કરી તેને જિલ્લાની બહાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે જમ્મૂ-કાશ્મીરમાં સેનાએ પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ પાકિસ્તાની આતંકી કામરાન સહિત આતંકી સંગઠ જૈશના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.
જમ્મૂ-કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ રાજસ્થાનના બિકાનેરમાં જિલ્લા કલેક્ટરે પાકિસ્તાની નાગરિકોને બિકાનેર છોડવા માટે આદેશ આપ્યો છે. જિલ્લા કલેક્ટર કુમારપાલ ગૌતમે બિકાનેરમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ૪૮ કલાકમાં જિલ્લો છોડવા માટે આદેશ આપ્યો છે. જિલ્લા મેજીસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી છે.
જો કોઈ પાકિસ્તાની નાગરિક આદેશનો ભંગ કરશે તો તેના વિરૂદ્ધ સખત કર્યવાહી કરવામાં આવશે એવું જિલ્લા કલેક્ટરે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે જમ્મૂ-કશ્મીરના પુલવામામાં જવાનો પર થયેલા હુમલામાં ૪૦ જેટલા સીઆરપીએફના જવાનો શહીદ થયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY