મુંબઈ,તા.૧૯
સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે નાયક ફિલ્મની સિક્વલ બનાવવાની વાતો સારો વિચાર છે. યહ આઇડિયા બૂરા નહીં હૈ.
અનિલ કપૂર, રાની મુખર્જી, પરેશ રાવલ અને અમરીશ પુરીને મહત્વની ભૂમિકામાં ચમકાવતી નાયક ફિલ્મમાં એક ટીવી રિપોર્ટર એક દિવસ માટે રાજ્યનો મુખ્ય પ્રધાન થાય છે અને ભ્રષ્ટાચાર નિર્મૂળ કરવાના પ્રયાસો કરે છે એવી કથા હતી. આ ફિલ્મ મૂળ સાઉથની તમિળ ભાષાની એક હિટ ફિલ્મ પરથી હિન્દીમાં બની હતી અને હિન્દીમાં પણ હિટ નીવડી હતી. આ ફિલ્મને પોલિટિકલ થ્રીલર તરીકે ઓળખાવાઇ હતી.
અનિલે કહ્યું કે નાયકની સિક્વલ બનાવવાનો વિચાર ખરેખર સારો છે. લોકોને આજે આવાં કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો ગમે છે. આવી સિક્વલ કોઇએ બનાવવી જાઇએ.
અનિલે કહ્યું કે આજે લોકોને નવા વિચારો અને નવી સ્ટોરીલાઇન ગમે છે જે પરંપરા કરતાં કંઇક જુદું રજૂ કરે છે. એવા સમયે નાયની સિક્વલ બને એ આવકાર્ય ગણાશે. જા કે એેને માટે બળકટ સ્ક્રીપ્ટ હોય એ જરૂરી છે. સ્ક્રીપ્ટ નબળી હોય તો ફિલ્મ ચાલે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



