નર્મદા પોલીસે હુમલાખોરો ને આપ્યો વળતો જવાબ.દસ લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત 

0
1133

નર્મદા પોલીસને  જંતર ગામે કરેલ  કોમ્બીંગમાં  હાથ લાગી સફળતા – દારૂ સહીત કુલ ૧૦,૧૨,૯૦૦નો  મુદામાલ પોલીસે કર્યો જપ્ત.૧૩ આરોપી,૧૩ મોટરસાયકલ અને ૧ ટેમ્પો પણ જપ્ત કરાયા

જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સુચના આધારે ગરૂડેશ્વર પો.સ્ટે . ગુ ર.નં – ફર્સ્ટ ૮/૨૦૧૮.  ઇ.પી.કો ક્લમ ૧૪૩,૧૪૭,૧૪૯,૧૮૬,૩૪૧,૪૨૭ તથા પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ ૧૯૮૪ ની કલમ ૩ અને ૭ મુજબ ના કામે આરોપીઓની શોધખોળ માટે કોમ્બીંગ કરાયુ હતુ.

રાજપીપલા:ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્રારા પ્રોહી દુષણ નાશ કરવા સંદર્ભે ગત તા. ૨૦ માર્ચ ૨૦૧૮નાં રોજ મળેલ બાતમી આધારે પ્રોહીબીશન અંગેની  રેઇડ માટે  ASP અચલ ત્યાગી અને  ગરૂડેશ્વર પોલીસ  તાલુકાનાં જંતર ગામે ગયા હતા જે દરમ્યાન કેટલાક અસામાજીક તત્વો એ એક્સંપ થઇને પોલીસ પાર્ટીના કાયદેસરનાં કામમાં અવરોધ નાંખવાનાં બદઇરાદાથી ગામની ભૌગોલીક પરીસ્થિતી નો લાભ લઇને રસ્તા વચ્ચે મોટા પથ્થર મુકીને બાદમાં ડુંગરની ઝાડીનો લાભ લઇને પોલીસ ની રેઇડીંગ પાર્ટી પર પથ્થરમારો કરી સરકારી મીલકતને નુકસાન પહોંચાડવા નો પ્રયાસ કર્યો હતો.જે બાદ ગરૂડેશ્વર પો.સ્ટે . ગુ ર.નં – ફર્સ્ટ ૮/૨૦૧૮.  ઇ.પી.કો ક્લમ ૧૪૩,૧૪૭,૧૪૯,૧૮૬,૩૪૧,૪૨૭ તથા પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટ ૧૯૮૪ ની કલમ ૩ અને ૭ મુજબ અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરાયો હતો.જે બાદ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનનાં ઉપરોકત ગુનાનાં કામે સદર આરોપીઓની તપાસ કરવા તેમજ પ્રોહીબીશનની પ્રવુત્તીને નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ દ્રઢ નિશ્ચય સાથે ASP અચલ ત્યાગી અને DYSP એસ.એફ.વાઢેરની આગેવાનીમાં LCB,SOG,QRT,એબ્સકોન્ડર તેમજ કેવડીયા,ગરૂડેશ્વર અને તીલકવાડા પોલીસની ટીમ બનાવીને જંતર ગામે કોમ્બીંગ હાથ ધર્યુ હતુ.જેમાં જીલ્લા પોલીસ વડાના દ્રઢ નિશ્ચય ટીમ નર્મદા પોલીસની  કાયદાનાં પાલનની નેમ સાથે ઘનિષ્ઠ કામગીરી કરતા પોલીસની બાતમી સાચી ઠરી હતી. અને જંતર ગામેથી કુલ મળીને – ૨,૨૨,૯૦૦ નો ઇંગ્લીશ દારૂ સહીત ૧૦,૧૨,૯૦૦ નો પ્રોહી મુદામાલ જપ્ત કર્યો છે. તે ઉપરાંત પોલીસે ૧૩ આરોપી,૧૩ મોટરસાયકલ અને ૧ ટેમ્પો પણ જપ્ત કરી સફળ કામગીરી કરી છે જેમાં રણછોડભાઇ ભાઇવાનજીભાઇ વસાવાનાં ઘરમાંથી ૧,૬૩,૭૦૦નો ઇંગ્લીશ દારૂ અને દારૂની હેરાફેરી કરવા ભેગા થયેલા 8 આરોપીઓ તથા ૮ મોટરસાયકલ અને ૧ ટેમ્પો મળી કુલ્લે રૂ. ૧,૬૩,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.તો અરવિંદભાઇ નારકીયાભાઇ વસાવાનાં ઘરમાંથી ૫૯,૨૦૦ નો ઇંગ્લીશ દારૂ તથા દારૂની હેરાફેરી કરવા ભેગા થયેલા ૫ આરોપીઓ તથા ૫ મોટરસાયકલ મળી ૨,૦૯,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસ ટીમે આજનાં કોમ્બીંગમાં કુલ – દારૂ સહીત કુલ ૧૦,૧૨,૯૦૦નો મુદામાલ પોલીસે કર્યો જપ્ત.૧૩ આરોપી,૧૩ મોટરસાયકલ અને ૧ ટેમ્પો પણ જપ્ત કરાયા છે.

આ અંગે જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યુ હતુ કે,ગૃહ વિભાગની સુચના મુજબ પ્રોહી દુષણ નાશ કરવાનાં આદેશ મુજબ નર્મદા પોલીસ કોઇની પણ શેહશરમ રાખ્યા વિના પોતાની કામગીરી કરશે અને કોઇ પણ વ્યક્તી કે વ્યક્તિઓ અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે આજ પ્રમાણે કડક કામગીરી કરવામાં આવશે જે બાબતે ટીમ નર્મદા પોલીસ મજબુતીથી પોતાની કામગીરી કરશે.

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ .મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY