મસૂદ મુદ્દે અમેરિકાના કડક પ્રયાસોથી ચીન લાલઘૂમ : આનાથી ખોટા ઉદાહરણ ઉભા થશે

0
6

બિજિંગ,તા.૪
ચીને સ્પષ્ટતા કરી છે કે, તેઓના તરફથી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને બ્લેક લિસ્ટ કરવાના કડક પ્રયાસો થઇ રહ્યા છે. ચીનના અધિકારીઓએ જણાવ્યું કે, અમેરિકા યુએન સિકિયોરિટી કાઉન્સિલમાં નિયમોથી વિપરિત અલગ ડ્રાફ્ટ રજૂ કરીને ખોટાં ઉદાહરણો ઉભા કરી રહ્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શોન્ગે કહ્યું, ચીન આ મામલે સકારાત્મક પ્રગતિ માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકા એ વાત સારી રીતે જાણે છે, તેમ છતાં આવી સ્થિતિમાં અમેરિકા તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવોનું સમર્થન કરવાનો કોઇ અર્થ નથી. ગેંગે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ પર કહ્યું, ચીને મસૂદ અઝહરને લઇને સતત પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. અમને આશા છે કે, તમામ સભ્યો આ અંગેના પાસાઓને જાતાં ૧૨૬૭ કમિટીના નિયમો હેઠળ તેને ખતમ કરવાનો પ્રયાસ કરશે.
ગત સપ્તાહે સિકિયોરિટી કાઉન્સિલના સભ્યોએ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ પર પોતાના વિચારો રાખ્યા હતા. મોટાંભાગના સભ્યોનો મત હતો કે, અઝહરને લિસ્ટમાં સામેલ કરવા અથવા ન કરવાનો નિર્ણય ૧૨૬૭ કમિટીની જાગવાઇ અંતર્ગત થવો જોઇએ, સિકિયોરિટી કાઉન્સિલમાં અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટના આધારે નહીં. અમેરિકાનું આ પગલું યુએનના નિયમો અનુસાર, નથી. આ એક ખોટું ઉદાહરણ બની રહ્યું છે. આનાથી આ મામલો વધુ જટિલ બની ગયો છે. આનાથી સાઉથ એશિયામાં શાંતિ સ્થાપિત કરવામાં મુશ્કેલીઓ આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY