ચીન દરિયાની અંદર સુરંગમાં બનાવશે આઠ લેનનો રસ્તોઃ ૨૦૨૪ સુધી તૈયાર થશે

0
6

બિજિંગ,તા.૫
ચીનમાં આશ્ચર્યચકિત કરી દેનાર પુલનું નિર્માણ થઇ રહ્યું છે. આ દપનિયામાં પોતાની રીતે અનોખો પુલ હશે. દક્ષિણ ચીનના ગ્વાંગડોગ પ્રાંતમાં બની રહેલો આ બ્રિજ ૬.૮ કિમી લાંબા અને ૪૬ મીટર પહોળો છે. એનો ૫.૪ કિમીનો ભાગ લિંગડિંગ દરિયાની ઉપર બની રહ્યો છે, જ્યારે ૧.૨ કિમી પાણીની અંદર સુરંગથી થઇને નિકળશે. આ પુલ પર ૮ લેન હશે. ૨૦૨૪ સુધી બની જાય એવી આશા છે.
સ્થાનિક મીડિયા અનુસાર એમાં ૬.૬૯ બિલિયન ડાલરનો ખર્ચ આવશે. આ ક્ષેત્રના પૂર્વ અને પશ્વિમ શહેરોને જોડશે. અત્યાર સુધી જે અંતર ૨ કલાકથી વધારે સમયમાં પૂરું થતું હતું હવે માત્ર એ ૩૦ મીનિટમાં કરી શકાશે. આ બ્રિજ ભારે ટ્રાફિક જંક્શનને સુધારવાનું કામ કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બન્યા બાદ આ દુનિયાનો સૌથી લાંબો પુલ હશે.
અધિકારી અનુસાર આ પુલ આધુનિક ટેકનીકથી બનાવવામાં આવી રહ્યો છે. એની સુરંગથી નિકળતા વાહન ૧૦૦ કિમી પ્રતિકલાકની ઝડપથી પસાર થઇ શકશે. દરિયામાં પુલની સુરંગ રસ્તામાં હશે. સુરંગથી નિકળીને રસ્તો મેન રોડ સાથે જોડાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY