નવાઝુદ્દીન ‘નો લેન્ડ્‌સ મેન’ બુકની અડેપ્ટેશન ફિલ્મમાં ચમકશે

0
10

મુંબઈ,તા.૫
નવાઝુદ્દીન સિદ્દકીએ તેના નેક્સ્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ પોપ્યુલર બુક ‘નો લેન્ડ’સ મેન’નું અડેપ્ટેશન છે. આ ફિલ્મને નવાઝ બાંગ્લાદેશી ફિલ્મમેકર મુસ્તફા સરવર ફારૂકી સાથે મળીને પ્રોડ્યૂસ કરશે. અગાઉ ઈરફાન પણ બાંગ્લાદેશી-ઈન્ડિયન ફિલ્મ ‘ડૂબ’માં કામ કરી ચૂક્્યો છે. નવાઝની આ ફિલ્મ અંગ્રજીમાં હશે જેની જર્ની લાગણીસભર, દુઃખદાયક અને સાથે સાથે ફની પણ હશે. આ સ્ટોરી એક સાઉથ એશિયન માણસની છે જેની લાઈફમાં અનેક ઉતાર ચડાવ આવે છે જ્યારે તે યુએસમાં એક ઓસ્ટ્રેલિયન છોકરીને મળે છે.
નવાઝે આ ફિલ્મની જાહેરાત કરતાં તેના સોશિયલ મીડિયા પર લખ્યું કે, સૌથી લોભામણી સ્ક્રિપ્ટ ‘નો લેન્ડ્‌સ મેન’ ફાઈનલી એક ફિલ્મમાં રૂપાંતર પામવાની છે. મુસ્તફા સરવર ફારૂકી આ તક માટે તમારો આભાર.
ફિલ્મને પ્રોડ્યૂસ કરવા વિશે નવાઝે જણાવ્યું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ આજની વિચિત્ર દુનિયાને સ્ટ્રોંગ હ્યુમર, સટાયર અને ઈમોશન સાથે બતાવશે. મને એવી સ્ટ્રોંગ ફીલિંગ થતી હતી કે મારે આ પ્રોજેક્ટ સાથે માત્ર એક એક્ટરની હેસિયતથી જ ન જોડાવું જોઈએ. કારણકે, હું વિચારું છું કે આ ફિલ્મ એવા પ્રકારની ફિલ્મ છે જે બનવી જ જોઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY