ચીનને ભારતે આપ્યો ઝટકો : બેલ્ટ એન્ડ રાડ ફોરમમાં સામેલ ન થયું

0
18

બીજિંગ,તા.૨૫
ચીનમાં ત્રણ દિવસ ચાલનારા બેલ્ટ એન્ડ રોડ ફોરમની શરૂઆત ગુરૂવારથી થઇ ગઇ છે. જેની મદદથી તે પોતાની રાજકીય શકિતને પ્રોત્સાહન આપી રહ્યું છે અને આતંરરાષ્ટ્રીય માર્કેટ તરીકે પોતાને સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યું છે. બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ)ની પાછળ વિશ્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું લક્ષ્ય છે. ભારત એકમાત્ર એવો મહત્વપૂર્ણ દેશ છે જે આ કાર્યક્રમમાં ભાગ નહીં લે.
આ કાર્યક્રમમાં ૧૫૦ દેશોના અધિકારીઓ અને નેતા સામેલ થશે. ભારતે નિર્ણય કર્યો છે કે, તે આર્થિક અવસરનો લાભ નહીં ઉઠાવે કારણ કે બીઆરઆઇએ ભારતની અખંડતતાને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે બીઆરઆઇનો એક ભાગ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)થી પસાર થશે.
ભારતે બીઆરઆઇ કાર્યક્રમના અન્ય પાસાઓ સામે પણ આપત્તિ વ્યક્ત કરી છે. ભારતીય અધિકારીઓ અનુસાર, ચીનનો અસ્પષ્ટ ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોને પ્રોજેક્ટ માટે ઉધાર આપીને તેઓને દેવા હેઠળ દબાવવાનું છે. ભારતના વલણની પુષ્ટિ મલેશિયા, શ્રીલંકા, મ્યાનમાર અને સિએરા લિયોન જેવા દેશોએ કરી છે. તેઓએ ચીનની કંપનીઓ સાથે પોતાના કોન્ટ્રાક્ટને રદ કર્યા છે અથવા નવેસરથી વાતચીત કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY