કર્ણાટકના સીએમનું વિચિત્ર નિવેદનઃ ‘હું બહુ દિવસ જીવતો નહીં રહુ’

0
11

બેંગલુરુ,તા.૨૭
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ફરી એક વખત એક જાહેર કાર્યક્રમમાં વિચિત્ર નિવેદન આપ્યુ છે.
શુક્રવારે માંડ્યા જિલ્લામાં એક રેલી દરમિયાન ભાવુક બની ગયેલા કુમારસ્વામીએ કહ્યું હતુ કે હવે હું બહુ દિવસ જીવતો રહેવાનો નથી.આ દરમિયાનમાં તેઓ ભાવુક થઈ ગયા હતા.
તેમણે કહ્યું હતુ કે ગયા વર્ષે હું ઈઝરાયેલ સ્ટડી ટુરમાં ગયો હતો ત્યારે પણ જીવ ગુમાવતા બચ્યો હતો.હું નહી કહું કે ઈઝરાયેલમાં શું થયુ હતુ.પણ હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી લોકોની સેવા કરતો રહીશ.
સૂત્રોનુ કહેવુ છે કે ઈઝરાયેલમાં કુમારસ્વામીને એટેક આવ્યો હતો.એ પછી તેઓ સારવાર કરાવવા માટે પાછા આવી ગયા હતા.જાકે આ વાત બહુ ઓછા જાણે છે.
દરમિયાન ભાજપના આગેવાન યેદિયુરપ્પાએ બીજી રેલીમાં મુખ્યમંત્રીની ટીકા કરતા કહ્યું હતુ કે તેમણે પોતાના સ્વાસ્થ્ય અંગે ઈમોશનલ ભાષણો કરવા કરતા રાજ્યના વિકાસ માટે અને સારુ શાસન આપવા માટે વિચારવુ જાઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY