હલાલ ઉત્પાદનો ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપે છે : ચીન સરકાર ચીને મુસ્લિમ સમુદાયની વસ્તી અટકાવવા હલાલ ઉત્પાદનો વેચાણ પર પ્રતિબંધ લાદ્યો

0
202

બેઈજિંગ,તા.૧૯
ચીનની સરકાર દ્વારા લઘુમતી સમુદાય વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલા અભિયાન હેઠળ અલ્પસંખ્યકોની મુસીબતોમાં વધારો થઇ રહ્યો છે. ચીનમાં વસી રહેલા મુસ્લિમ સમુદાય પર પ્રતિબંધો લાદ્યા બાદ હવે સમુદાયમાં હલાલ ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ મામલે સરકારે નિવેદન આપ્યું છે કે આ પ્રકારના ઉત્પાદનોથી ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન મળે છે.
નોંધનીય છે કે ચીનના ઝિંજિયાંગ પ્રાંતમાં મુસ્લિમો બહુમતીમાં છે અને ચીન અહી તેની દમનનીતિઓને અમલમાં લાવી રહ્યું છે. જે હેઠળ ચીન હવે હલાલ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. મુસ્લિમ ધર્મમાં હલાલ ઉત્પાદનોને ખાસ મહત્વ આપવામાં આવે છે. ચીનનો ઝિંજિયાંગ પ્રાંત કુદરતી સ્ત્રોતોથી ભરમાર છે. પરંતુ અહી મુસ્લિમો બહુમતિ ધરાવે છે અને ઘણા સમયથી ઝિંજિયાંગ પ્રાંત ધાર્મિક કટ્ટરપંથની અસર હેઠળ હતો.
શરૂઆતમાં ચીનની સરકારે ઝિંજિયાંગ પ્રાતમાં ચીની હાન સમુદાયને વસાવ્યો અને પછી ઝિંજિયાંગ પ્રાંતમાં રહેતા ઉઇઘર, કઝાખ અને હુઇ સમુદાયના મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધો લાદ્યા. ચીનની સરકાર દ્વારા મુસ્લિમોને દાઢી વધારવા, ટોપી પહેરવા અને બુરખો પહેરવા જેવા ધાર્મિક રિવાજા પર રોક લગાવી હતી. આ સિવાય ચીન સરકાર ઇન્ટરનેટ પર અને બીજા અભિયાનો કરીને અહીંના લોકોને સરકારની નીતિઓ પર ચાલવા દબાણ કરી રહી છે.
હલાલ ઉત્પાદનો પર પ્રતિબંધ મામલે ચીનની સરકાર માને છે કે હલાલ ઉત્પાદનો પ્રત્યે લગાવ સેક્્યુલર અને ધાર્મિક જીવન વચ્ચે રહેલા ફર્કને નબળો બનાવે છે. જેના લીધે ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન મળે છે. ચીન સરકારે દેશમાં હલાલ મીટ, હલાલ ડેરી ઉત્પાદનો સાથે તમામ હલાલ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. એક રિપોર્ટ મુજબ ચીન અને પાકિસ્તાન સીપેક પ્રોજેક્ટ પર કાર્યરત છે જેનો મુખ્ય ઉદેશ ઝિંજિયાંગ પ્રાંતના વિકાસને ઝડપી બનાવાનો છે. જેથી ત્યાં ધાર્મિક કટ્ટરતાની અસરને નાબૂદ કરી શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY