વડોદરા,તા.૨૬
સીબીઆઈના બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા ગજગ્રહને લઈને ઉદભવેલી પરિસ્થિતિમાં કેન્દ્રની ભાજપ સરકાર હસ્તક્ષેપ કરી રહી છે. તેવા આક્ષેપો સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધરણા તેમજ દેખાવો યોજવામાં આવી રહ્યા છે. વડોદરા કોંગ્રેસ દ્વારા માર્કેટ ચાર રસ્તા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આ કાર્યક્રમમાં બે દિગ્ગજ કાઉન્સિલરો વચ્ચે તૂ તૂ મેં મેં મેં થયું હતું. જેમાં એક કાઉÂન્સલર કાર્યક્રમ છોડીને રવાના થઇ ગયા હતા. આ બનાવને પગલે કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરીક જૂથબંધી માર્ગો ખૂલ્લેઆમ છતી થઇ હતી.
સીબીઆઈના બે ઉચ્ચ અધિકારીઓ રાકેશ અસ્થાના અને એ.કે. વર્મા વચ્ચે ગજગ્રાહો ચાલી રહ્યા છે. દિલ્હીમાં સીબીઆઈમાં ચાલી રહેલી ભાંજગડના પગલે ધમાસાણ મચ્યું છે. ત્યારે કોંગ્રેસે સીબીઆઈમાં ચાલી રહેલી માથાકુટને રાજકીય રંગ આપી દીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર હસ્તક્ષેપ કરી રહી હોવાના આક્ષેપો સાથે સમગ્ર ગુજરાતમાં ધરણા-દેખાવો યોજવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે ધરણા-દેખાવો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) અને સિનીયર કાઉન્સિલર ચિરાગ ઝવેરી પોતાના સમર્થકો સાથે જાડાયા હતા. આ કાર્યક્રમમાં બંને કાઉન્સલરો પોતાના સમર્થકો સાથે અલગ ચોકો કરીને દેખાવો સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં ચકમક ઝરતા બંને નેતા તૂ તૂ મેં મેં…ઉપર ઉતરી ગયા હતા. મામલો ઉગ્ર બનતા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાર્યક્રમ અધૂરો મૂકીને રવાના થઇ ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



