એથેન્સ,તા.૨૬
આયોનિયન સાગરમાં સ્થિત જાનેટ ટાપૂ પર શુક્રવારે ૬.૮ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ટાપૂ પર ત્યારબાદ અનેક ઝટકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવ્યાનુસાર ભૂકંપના કારણે ટાપૂને નુકસાન થયું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. ભૂકંપના ઝટકા યૂનાનની મુખ્ય ભૂમિ, દક્ષિણી ઈટાલી અને માલ્યામાં પણ અનુભવાયા હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર ભૂકંપના કારણે કોઈ ઘાયલ થયું હોય તેવા પણ સમાચાર મળ્યા નથી. ભૂકંપના કારણે ભૂસ્ખલન થયું છે અને તેના કારણે રસ્તાને નુકસાન પહોંચ્યું છે. ટાપૂ પર રહેલી ગોદીને પણ ભૂકંપના કારણે નુકસાન થયું છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ અનુસાર શુક્રવારે સવારે આ ભૂકંપથી ટાપૂનો દક્ષિણ ભાગ પ્રભાવિત થયો હતો.
યૂનાની ટાપૂ પર આવેલા ભૂકંપના કારણે શાળા બંધ રાખવામાં આવી હતી. ૬.૫ની તીવ્રતાના ભૂકંપ બાદ સૂનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી જેના કારણે લોકોએ રાત પોતાની કારમાં વિતાવી હતી. સવાર સુધીમાં લોકોએ ભૂકંપના ૧૫ આંચકા અનુભવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



