ભારતીય જનતા પાર્ટીના દ્રારા આજ રોજ ભરૂચ ડિસ્ટ્રીક કોઓપરેટિવ બેંક ખાતે અટલ ઈરાદે સૌર્ય દિવસની ઉજવણીના ભાગ રૂપે એક અગત્યની બેઠક મળી હતી.

ભારતીય જનતા પાર્ટીના રાહ બળ અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈની સરકાર દ્રારા પોખરણ પરમાણુ પરિક્ષણના ૨૦ વર્ષ પૂર્ણ થતાં હાલના ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરોને સ્મૃતિ લોકોને યાદ અપાવવા એક અગત્યની બેઠક મળી હતી.

અગાઉ તારીખ ૧૧ મે ૧૯૯૮ ના દીને અટલ બિહારી બાજપાઈની સરકાર દ્રારા ભારતમાં અણુ પરીક્ષણ કરીને ભારત મક્કમ ઈરાદા અને ટેકનોલોજી એચિવમેંવન્ટનું નિદર્શન કર્યું હતું.
અટલબિહારી બાજપાઈના આવા ઇરાદાને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રીય કક્ષાએ હર હમેશ સર્જીકલ સ્ટ્રેઈક હોય કે
ડોકલામ વગેરે રાષ્ટ્ર હિતને ધ્યાનમાં રાખીને મક્કમતા સાથે અટલ ઈરાદો વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં પ્રદેશ ભાજપાના મહામંત્રી ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા,વાગરા ના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ,મહામંત્રી ધર્મેશ ભટ્ટ,
ભૂપેન્દ્રસિંહ રાઠોડ,પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







