ઉત્તરપ્રદેશમાં ભાજપની પહેલા લોકસભા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ લોકો અને રાજકીય પંડિતો કહેવા લાગી ગયા હતા કે ભાજપના ચાણક્યો દ્વારા યુપીમાં એવી રણનિી બનાવવામાં આવી છે કે વિપક્ષને તેમની જમીન બનાવી લેવા માટે મુશ્કેલ રહેશે. પરંતુ પહેલા ફુલપુર, ગોરખપુરના પરિણામ અને હવે કૈરાના લોકસભા પેટાચૂંટણીના પરિણામ સાબિતી આપે છે કે રણનિતીમાં ખામી દેખાઇ રહી છે. કૈરાના લોકસભાની પેટાચૂંટણી અને નુરપુરમાં વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પાર્ટીની કારમી હાર થયા બાદ ભાજપના ચાણક્યની બોલતી બંધ થઇ ગઇ છે. ભાજપને પેટાચૂંટણીમાં સતત કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. આ હાર એવા સમયમાં મળી રહી છે જ્યારે ભાજપ તરફથી તમામ લોકોએ તાકાત લગાવી હતી. ભાજપના મોટા મોટા મહારથી રેલીઓ કરી ચુક્યા છે. ચૂંટણીના એક દિવસ પહેલા ચાલીસ કિલોમીટરના અંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલી યોજી હતી. પરંતુ આ તમામ પેટાચૂંટણીમાં ચાણક્યોની રણનિતી કામ આવી નથી. કૈરાના અને નુરપુરમાં વિપક્ષી એકતા સફળ રહી છે. ભાજપના નેતાઓએ કૈરાના અને નુરપુરમાં ચૂંટણી જીતવા માટે રેલી પર રેલી કરી હતી. અનેક જાહેરાત પણ કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, નાય મુખ્યપ્રધાન કૈશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા દ્વારા એકપછી એક રેલી યોજવામાં આવી હતી. પ્રદેશ સરકારના પ્રધાનો સતત જનસભા કરતા નજરે પડ્યા હતા. સુરેશ રાણાએતો ૧૦૦ કરતા વધારે જનસભા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાનના એક દિવસ પહેલા એક્સપ્રેસ વેનુ ઉદ્ઘાટન કર્યુ હતુ અને રેલી કરી હતી. પછાત લોકોમાં અતિ પછાત કાર્ડ રમીને પણ રમત રમી હતી. આ વખતે વિપક્ષની રણનિતી ખામોશ રહી હતી. કૈરાનામાં આરએલડીના ઉમેદવાર મેદાનમાં હતા. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નુરપુરમાં મેદાનમાં હતા. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પ્રચાર કરવા માટે પહોંચ્યા ન હતા. બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી પણ પ્રચાર કરવા માટે પહોંચ્યા ન હતા. આ બન્ને દ્વારા કોઇની તરફેણમાં મતદાન કરવા માટે આ વખતે અપીલ કરી ન હતી. મતદાનના દિવસે ઇવીએમ બગડી જવાનો મામલો પણ પ્રશ્ન બની ગયો હતો. ખામોશ રહેલા વિપક્ષે આ મુદ્દો ઉઠાવી લીધો હતો. કૈરાના લોકસભા મતવિસ્તારમાં આશરે ૧૭ લાખ મતદારો છે. જે પૈકી ત્રણ લાખ મુÂસ્લમ મતદારો છે. ચાર લાખ પછાત અને દોઢ લાખ જાટવ દલિત મત છે. જાટવને માયાવતીની પરંપરાગ વોટ બેંક તરીકે ગણવામાં આવે છે. આ લોકસભા મતવિસ્તારમાં દલિતો અને મુÂસ્લમ મતદારો નિર્ણાયક સાબિત થાય છે. આ ક્ષેત્રમાં હસન પરિવારનુ ખાસ રાજકીય પ્રભુત્વ જાવા મળે છે. વર્ષ ૧૯૯૬માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા મુનવ્વર હસન રાણાની પÂત્ન તબસ્સુમ બેગમ આ વખતે મેદાનમાં હતા. વર્ષ ૨૦૦૯માં તેઓ જીતી ગયા હતા.
ભાજપને મોટી સંખ્યામાં જાટવ મત મળશે તેમ માનવામાં આવી રહ્યુ હતુ. કારણકે તેમને સાહનુભુતિ મત મળવાની આશા હતી. ભાજપના સાંસદ હુકુમ સિંહના અવસાન બાદ તેમની પુત્રીને ટિકિટ આપવામાં આવી હતી. જા કે આનો કોઇ ફાયદો પાર્ટીને થયો ન હતો. સાહનુભુતિના મત મળ્યા ન હતા. જેમ જેમ પરિણામ આવી રહ્યા હતા તેમ તેમ ભાજપના નેતાઓના સુર બદલાઇ રહ્યા હતા. સવારે પોસ્ટલ બેલેટ ખુલ્યા ત્યારે કૈરાનામાં ભાજપની નજીવી લીડ હતી. એ વખતે ભાજપના પ્રવકતા વિજય બહાદુર પાઠકે કહ્યુ હતુ કે અમે દરેક જગ્યાએ આગળ ચાલી રહ્યા છીએ. યોગી અને મોદીએ દેશ માટે ખુબ કામ કર્યુ છે. ત્યારબાદ જ્યારે બપોરે આરએલડીના ઉમેદવાર આગળ નિકળી ગયા ત્યારે ભાજપના નેતાઓ કહી રહ્યા હતા કે હજુ અનેક રાઉન્ડની ગણતરી બાકી છે. બપોર બાદ જ્યારે પરિણામ આવ્યા ત્યારે નેતાઓ કહી રહ્યા હતા કે સમગ્ર વિપક્ષ હવે એક છે. તેમની એકતાની ચોક્કસપણે અસર થઇ છે. સમાજવાદી પાર્ટીએ કહ્યુ હતુ કે અમે જ્યારે એક થઇ રહ્યા છીએત્યારે ભાજપને હવે ખરાબ લાગે છે. …
S.S.S
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






