કાળાનાણાં પર ભારતને મળી સફળતા, બે નાગરિકના સ્વીસ ખાતની મળી શકે જાણકારી

0
25

સ્વિટ્જરલૈંડ ની સર્વોચ્ય અદાલતે પોતાના ટેક્સ ઓફિસરોને આપી મંજૂરી
બર્ન,તા.૩
ભારતને પોતાને ત્યાં ટેક્સ ચોરી કરી સ્વીસ બેન્કમાં કાળાનાંણા તરીકે છુપાવનાર પર કરવાની કાર્યાવાહીમાં મોટી સફળતા મળી છે. સ્વિટ્જરલૈંડની સર્વોચ્ચ અદાલતે પોતાના ટેક્સ ઓફિસરોને બે ભારતીય નાગરિકોના બેન્ક ખાતાની વિગત ભારત સરકારને સોંપવાની મંજૂરી આપી દીધી છે.
આ બંને ભારતીય નાગરિક આ આધાર પર કોર્ટમાં રાહત માગી રહ્યા હતા કે ભારતે તેમની વિગત સ્વીસ બેન્કમાંથી ચોરી કરાયેલા ડેટાના આધાર પર કરવામાં આવી રહેલી ટેક્સ ચોરીની તપાસ પાસેથી માંગ્યા છે. ખરેખર એક ફ્રાંસના નાગરિક દ્વારા વ્હિસલ બ્લોઅર હેઠળ કેટલાક નાગરિકોની માહિતી લીક કરી હતી.
આ નાગરિક એચએસબીસીની સ્વીસ બેન્કમાં નોકરી કરતો હતો. ૨૦૦૮માં આ નાગરિકે હજારો ગ્રાહકોની વિગત જાહેર કરી દીધી હતી, જેના પર પોતાના ખાતાનો ઉપયોગ ટેક્સ ચોરી કરવાનો શક હતો. આ સૂચનાના લીક થયા બાદ કેટલાક દેશોમાં તપાસ શરૂ થઇ ગઇ હતી અને સ્વીસ બેન્કિંગની ગુપ્તતા (ગોપનીયતા) પણ સમાચારમાં છવાઇ ગઇ હતી.
સ્વીસ કોર્ટે ફ્રાસના આ નાગરિકને ઔધોગિક જાસૂસ હેઠળ તેની અનુપસ્થિતિમાં જ ૫ વર્ષની કેદની સજા સંભળાવી હતી. ફ્રાંસનો આ નાગરિક હજી પણ સ્વિટ્જરલૈંડમાં ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY