અમદાવાદ,તા.૨૯
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસેથી પોલીસે એક આરોપીને રૂપિયા ભરેલી બેગ સાથે ઝડપી પાડ્યો. શ્યામલ ચાર રસ્તા નજીક સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આ શખ્સ આઇ ૨૦ કારમાં તેના મિત્ર સાથે બેઠો હતો. જો કે આ સમયે ત્યાંથી હોક સ્કવોર્ડના પોલીસ જવાનો નીકળતા જ તેઓને આ શખ્સ શંકાસ્પદ લાગ્યો હતો. હોક સ્કવોર્ડના પોલીસ જવાનો આ શખ્સની પૂછપરછ કરવા માટે કારની નજીકમાં જતાં શખ્સ હાથમાં બેગ લઇને દોડ્યો. જો કે પોલીસે પણ લગભગ એક કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો, અને અંતે તેને ઝડપી લીધો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે પોલીસ તેની નજીક પહોચી જતાં જ તેણે પોતે પીએસઆઇ હોવાની બુમો લગાવવા લાગ્યો હતો. પોલીસે તેને પકડતા જ તેની બેગમાંથી રૂપીયા બે લાખ રોડકા અને પીએસઆઇનો યુનિફોર્મ મળી આવ્યો છે. પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ ચલાવી રહી છે.
અમદાવાદના શ્યામલ ચારરસ્તા નજીક ગત મોડી સાંજે પોલીસ અને એક શખ્સ વચ્ચે જાણે કે પકડાપકડીનો ખેલ ચાલી રહ્યો તેવા દ્શ્યો સર્જાયા હતાં. એક કારમાં શંકાસ્પદ બેઠેલા ઇસમની હોક સ્કવોર્ડના કોન્સ્ટેબલ પૂછપરછ કરે તે પહેલા જ તે હાથમાં બેગ લઇને નાસી છુટ્યો. જો કે પોલીસએ તેનો પીછો કર્યો અને અંતે એક કિલોમીટર સુધી પીછો કર્યાં બાદ આરોપી આવી ગયો પોલીસ સકંજામાં.
પોલીસનું કહેવું છે કે આરોપી પોતે રીઢો હોય તેવું લાગી રહ્યું છે. પોતાનું નામ પણ સ્પષ્ટ બતાવતો ન હોવાની શંકા છે. હાલ સુધીની તપાસમાં તે પોતાનું નામ રાજુ પટેલ હોવાનું જણાવી રહ્યો છે.જો કે પોલીસને શંકા છે કે આરોપી હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કર્યો છે. જેથી પોલીસએ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







