સુરત,તા.૨૯
સુરતના પલસાણા પોલીસે ચાર લાખથી વધુના વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર, હેડ કોન્સ્ટેબલ સહિત ચાર શખ્સોની ધરપકડ થઈ છે. મહિલાની પૂછપરછ દરમિયાન દારૂ પલસાણા પોલીસના બે કોન્સ્ટેબલે આપ્યો હોવાનો ખુલાસો થયો છે.
પંકજ અને પ્રવિણ નામના પોલીસકર્મીએ એક ટેમ્પો ભરીને દારૂ ઝડપ્યો હતો. જેમાંથી સવા લાખ રૂપિયાનો દારૂ બુટલેગરને વેચી માર્યો હોવાનુ સામે આવ્યુ છે. પલસાણાના શોપિંગ સેન્ટરના પાછળના ભાગે આવેલા મકાનમાં પોલીસે દરોડા પાડ્યા હતા.
તે સમયે મહિલાના ઘર બહાર એક કાર મળી હતી.જેમાંથી મોટી સંખ્યામાં દારૂ મળ્યો હતો. મહિલા બુટલેગર રેશ્મા ખાનની પૂછપરછ કરતા એક શખ્સ તેને દારૂ આપી ગયાની વાત કહી હતી.પોલીસે સવા લાખના દારૂ અને કાર સાથે ચાર લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





