સુરત,
તા.૫/૪/૨૦૧૮
ગોડોદરાની ઇન્દ્રલોક સોસાયટીમાં એક વૃદ્ધે ધાબા પર બંને હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતા પરિવાર દોડતું થઇ ગયું હતું. એક પગે પેરાલિસીસ પછી બંને આંખે દેખાવવાનું બંધ થઇ ગયા બાદ દીકરી-જમાઇ પર બોજ હોવાનું માની માનસિક તણાવગ્રસ્ત વૃદ્ધે આવું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ પછી ૧૦૮ના કર્મીઓએ સમય સૂચકતા વાપરી વૃદ્ધને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ સ્મીમેર હોસ્પટલ લઇ જતા વૃદ્ધનો જીવ બચાવવામાં ડોક્ટર સફળ રહ્યા હતા.
હેમાંગીની (ઈસ્્,ગોડાદરા લોકેશન)એ જણાવ્યું હતું કે, ઘટનાની બુઘવારની મોડી સાંજની છે. એક વૃદ્ધે હાથની નસ કાપી નાંખી હોવાનો કોલ મળ્યા બાદ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યાં ધાબા પર વૃદ્ધ હસમુખભાઇ માળી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. તેમણે પોતાના જ બંને હાથ પર ૨૦ જેટલા બ્લેડના ઘા મારી હાથની નસ કાપી નાંખી હતી. લોહીના ખાબોચીયામાં બેસેલા હસમુખભાઇને તાત્કાલીક પ્રાથમિક સારવાર આપી સ્મીમેર હોસ્પટલ લઇ જવાયા હતા. જ્યાં ડોકટરો પર બંને હાથ પર ઉપરા ઉપરી મરાયેલા અનેક ઘા જાઇ ચોંકી ગયા હતા.
સંજયભાઇ (પરિવારના સભ્ય)એ જણાવ્યું હતું કે, હસમુખભાઇ સુરત કોટન મીલના નિવૃત કર્મચારી છે. સંતાનમાં બે દિકરી-જમાઇ, પત્ની સાથે રહે છે. નિવૃતી બાદ એક પગે પેરાલિસીસ થઇ ગયા બાદ તેમણે પોતાનું મકાન ભાડા પર આપી તેઓ મોટી દીકરી જમાઇ સાથે જ રહેતા હતા.
સંજયભાઇએ ઉમેર્યું હતું કે, બુધવારની સાંજે હસમુખભાઇને તેમના પત્ની નિયત સમય મુજબ ધાબા પર છોડી આવ્યા હતા. કેટલીક મિનિટો બાદ હસમુખભાઇનો અવાજ નહી સંભળાતા તેઓ ધાબા પર ગયા હતા. જ્યાં હસમુખભાઇ લોહીના ખાબોચીયામાં બેસેલા મળી આવ્યા હતા. આ જાઇ તેમણે બુમાબુમ કરી દેતા પરિવારના સભ્યો દોડી આવ્યા અને ઘવાયેલી હાલતમાં ૧૦૮ની મદદથી હસમુખભાઇને સારવાર માટે સ્મીમેર લઇ ગયા હતા. જ્યાં હોલ તેમની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"