વાહન અકસ્માતમાં રાજકોટના આધેડનું કરૃણ મોત

0
77

રાજકોટ,
તા.૫/૪/૨૦૧૮

રાજકોટની પુનમ સોસાયટીમાં રહેતા અને હાલ કર્ણાટક ખાતે વ્યવસાયાર્થે સેટ થયેલા હરેશભાઇ ભગવાનજીભાઇ મારવણિયા (ઉ.વ.૪૯)નું કર્ણાટકના ચીકોડી ગામે ટ્રકની ઠોકરે અકસ્માતમાં કરૃણ મોત નિપજ્યું હતું. ગુરૃવારે તેઓનો મૃતદેહ રાજકોટ ખાતે લવાયો. પરિવાર સાથે સૌરાષ્ટમાં ફરીને તાજેતરમાં જ કર્ણાટક ગયેલા હરેશભાઇના મૃત્યુના સમાચાર મળતા રાજકોટ ખાતે રહેતા તેઓના માતા-પિતા સહિત પરિચિતોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

મુળ રાજકોટના અને હાલ કર્ણાટકમાં હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઇ ભગવાનજીભાઇ મારવણિયા કર્ણાટકના ચીકોડી ગામે મોટરસાયકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે ટ્રકને ઓવરટેક કરવા દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલા વાહને મોટરસાયકલને ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં હરેશભાઇનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

હરેશભાઇના માતા-પિતા રાજકોટની પુનમ સોસાયટીમાં રહેતા હોવાથી હરેશભાઇનો મૃતદેહ રાજકોટ લવાયો હતો. હરેશભાઇનું મોત નિપજતા પુત્ર ચીંતન અને પુત્રી નીરાલીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY