વડોદરા,
તા.૫/૪/૨૦૧૮
વડોદરા શહેર નજીક છાણી ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક જ ભીષણ આગ લાગતા ચોખાની ર૬૦૦ બોરી બળીને ખાખ થઇ ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, છાણી ખાતે આવેલા સેન્ટ્રલ વેરહાઉસમાં મોટા પ્રમાણમાં ઘઉં, ઘઉંનો લોટ અને ચોખા સહિતનો અનાજનો મોટો જથ્થો રાખવામાં આવેલ હતો. આ ગોડાઉનમાં પ૦ કિલોના પેકિંગમાં ર૬૦૦ જેટલી ચોખાની બોરીઓ પણ હતી. મોડી રાત્રે અચાનક જ આ ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા જ આજુબાજુમાં રહેતા લોકો ભયના કારણે ઘરની બહાર નીકળી ગયા હતા.
બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઇટરો અને વોટર ટેન્કરો સાથે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને અંકુશમાં લીધી હતી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"