પડખામાં ઘૂસેલા ચપ્પુ સાથે યુવાન પહોંચ્યો, પેટ ચીરીને બહાર કઢાયું

0
93

નવી સિવિલમાં બોલીવુડ મૂવી જેવો સીન

ચપ્પુ અડધું અંદર ઘૂસી ગયું હોવાથી ખેંચી કાઢવાથી આંતરિક ઇજા વધવાની શક્યતા હતી

ભેસ્તાનમાં ગતરાતે ગાળ આપવાના મુદ્દે થયેલા ઝઘડામાં યુવાનના પેટ પાસે એક વ્યક્તિએ ચપ્પુ હુલાવી દીધો હતો. પેટ પાસે ઘૂસેલા ચપ્પુ સાથે જ યુવાન નવી સિવિલ પહોંચ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ભેસ્તાન ખાતે એસ.એમ.સી. ક્વાટર્સમાં રહેતો ૨૨ વર્ષીય શાહરૃખ મોયુદ્દીન શેખ ગઇકાલે રાતે ભેસ્તાન ખાતે શાકમાર્કેટ પાસેથી પગપાળા જતો હતો ત્યારે નજીકમાં આવેલી કરિયાણાની દુકાન પાસે ઉભેલા ઇરફાન જવાઇએ શાહરૃખને ગાળો આપતાં આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઇરફાન શાહરૃખના ડાબી બાજુના પડખાના ભાગે ચપ્પુ હુલાવી ભાગી ગયો હતો.

ચપ્પુ ઘૂસેલી અને લોહી નીગળતા હાલતમાં જ શાહરૃખને તેનો મિત્ર નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં લાવતા તબીબી સ્ટાફ સહિત લોકો પણ ચોંકી ઉઠયા હતાં. સી.એમ.ઓ. ડો. ઓમકાર ચૌધરીએ સર્જરી વિભાગ સાથે સંકલન કરી તેને વોર્ડમાં ખસેડયો હતો.

દરમિયાન સર્જરી વિભાગના તબીબે કહ્યું કે, તેના પેટ પાસે અડધું ચપ્પુ ઘૂસી ગયેલું હતું. પેટની અંદર કેટલી ઇજા છે, તે ખબર પડે તેમ નહોતું. ચપ્પુને ખેંચીને બહાર કઢાય તો ઇજા વધવાની શક્યતા હતી. જેથી યુવાનનું પેટ ખોલીને ચપ્પુ બહાર કઢાયું હતું.

જો કે, તેની છાતીમાં પ્રદૂષિત લોહી જમા થઇ ચૂક્યું હતું. જેને નળી નાંખીને બહાર કાઢવામાં આવી રહ્યું છે. શાહરૃખ ભંગારના ધંધા સાથે સંકળાયેલો છે. આ અંગે ડીંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY