હોમવર્ક ન કરતા શિક્ષકે ઠપકો આપતા મનમાં લાગી આવ્યુ હતુ
વલસાડથી પરિવારજનો જ હત્યારાને રાત્રે વડોદરા લાવ્યા અને પોલીસ સમક્ષ રજૂ કર્યો
વડોદરામાં બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં ધો.૯ના વિદ્યાર્થીની ઘાતકી હત્યા પાછળ સ્કૂલને બદનામ કરીને બંધ કરાવી દેવાનો ઇરાદો હત્યારા વિદ્યાર્થીનો હોવાનો ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. પોતાની મનની મુરાદ પુરી કરવા હત્યારાએ નિર્દોષ વિદ્યાર્થીને કોઇપણ વાક ગુના વિના રહેસી નાખ્યો હતો.
બરાનપુરાની ભારતી વિદ્યાલયમાં શુક્રવારે બપોરની સ્કુલ શરૃ થતા પૂર્વે ધોરણ-૯માં નવુ એડમિશન લેનાર દેવ તડવી નામના વિદ્યાર્થીની શૌચાલયમાં જ ઘાતકી હત્યા કરીને ધોરણ-૧૦નો વિદ્યાર્થી ફરાર થઈ ગયો હતો. જેને મોડીરાત્રે વલસાડથી તેના જ પરિવારજનો તેને લઈને વડોદરા પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. શરૃઆતમાં પોલીસને ગોળ ગોળ ફેરવતા હત્યારા વિદ્યાર્થીની પોલીસ અધિકારીએ પૂછપરછ કરતાં તેવું જણાવ્યું હતુ કે બે-ત્રણ દિવસ પૂર્વે હું હોમવર્ક કરીને ગયો ન હતો.
જેથી શાળાનાં શિક્ષકે મને ઠપકાર્યો હતો. અને મારા મમ્મી પપ્પા પણ સ્કુલમાં આવ્યા હતા. અને ૧૦૦ નંબર પર કોલ કરતા પોલીસ પણ આવી હતી. પરંતુ તે સમયે પોલીસની સમજાવટની શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરીને મારા માતા-પિતાએ સમાધાન કરી લીધુ હતુ.
પરંતુ શિક્ષકે મને ઠપકો આપ્યાની વાત મગજમાંથી ભૂંસાતી ન હતી. અને આ સ્કુલના શિક્ષક સામે બદલો લેવાની યોજના વિચારતો હતો. આ સ્કુલમાં કોઈ વિદ્યાર્થીનું મર્ડર થઈ જાય તો સ્કુલ બદનામ થઇ જાય અને સ્કૂલ બંધ કરવાનો પણ વારો આવે તે વિચારથી જ મેં શાળાના કોઇપણ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી લીધું હતું.
શુક્રવારે સવારે હું સ્કૂલમાં આવ્યો ત્યારે દેવ તડવી મને નીચે જ મળી ગયો હતો. દેવ સ્વભાવે સરળ હોય તેના ખભે હાથ મૂકીને મિત્રની માફક તેને પહેલા માળે ટોયલેટમાં લઇ ગયો હતો. ટોયલેટમાં લઇ ગયા પછી દેવ અંદર આવવાનો ઇન્કાર કરતો હતો. જેથી ત્યાં બંન્ને વચ્ચે થોડી ધક્કામુક્કી જેવું થયુ હતું. પણ પછી દેવ અંદર આવી ગયો હતો. દરમિયાન ટોયલેટમાં અન્ય બે વિદ્યાર્થીઓ હતાં. તેઓ લઘુશંકા કરીને બહાર નીકળ્યાની સાથે જ હું દેવ પર તુટી પડયો હતો. અને તેને મોતને ઘાટ ઉતારીને ભાગી ગયો હતો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






