રાણપુર શહેરના લોકોને ચાલુ વર્ષે પીવાના પાણી માટે વલખા નહી મારવા પડે નર્મદાના નીર થી સુખભાદર ડેમ ભરવામાં આવ્યો
200 થી 250 એમ.સી.એફ.ટી.પાણી ભરાશે ઉનાળો આશાનીથી નિકળી જશે
સમગ્ર ગુજરાત ના અનેક વિસ્તારો માં ચાલુ વર્ષે સાવ ઓછો વરસાદ થતા ઉનાળા માં પીવાના પાણી ની સમસ્યા વિકટ બને તેમ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરની વસ્તી 23000 હજાર આસપાસ છે ગયા વર્ષે ઉનાળામાં રાણપુર માં 12 દિવસે પીવાનુ પાણી આપવામાં આવતુ જેના લીધે હોબાળો મચી ગયો હતો.જ્યારે ચાલુ વર્ષે રાણપુર પંથકમાં બીલકુલ વરસાદ થયો જ નથી અને ભર શિયાળે રાણપુરના લોકોને 8 દિવસે પીવાનુ પાણી આપવામાં આવે છે ત્યારે રાણપુર શહેરના લોકોના મોઢે એક જ ચર્ચા છે કે આ વર્ષે ઉનાળામાં પીવાના પાણીની પરીસ્થીતી રાણપુરની કેવી હશે અને રાણપુરની હાલત કેવી હશે તેને લઈને રાણપુર શહેરના લોકોને ચિંન્તા હતી.રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણી તથા ગ્રામ પંચાયતના સભ્યો તથા બોટાદ જીલ્લા પંચાયતના વિપક્ષ ના નેતા કનકબેન સાપરા રાણપુરના સામાજીક કાર્યકર વિપુલભાઈ લુહાર સહીત અનેક વરિષ્ટ આગેવાનો દ્વારા પીવાના પાણીના પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી રાણપુર ને પીવાનુ પાણી પુરૂ પાડતો સુખભાદર ડેમ તાત્કાલિક ભરવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહીત બોટાદ કલેક્ટર,બરવાળા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા ને રજુઆત કરવામાં આવતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પાણી ના પ્રશ્નનો નિકાલ લાવવા યુધ્ધના ધોરણે તાત્કાલિક સુખભાદર ડેમ ભરવાની મંજુરી આપતા તા-26.2.2019 ના રોજ સુખભાદર ડેમ ભરવાની શરૂઆત કરવામાં આવી છે.જ્યારે આ વાતની જાણ રાણપુરના લોકો ને થતા લોકોને હાશકારો થયો છે જ્યારે સુખભાદર ડેમ માંથી પાણી નિયમીત આવશે પણ રાણપુરના લોકોને કેટલા દિવસે પાણી મળશે એ જોવુ રહ્યુ
સુખભાદર ડેમ સૌની યોજના હેઠળ ભરવામાં આવ્યો છે ત્યારે રાણપુરના પત્રકાર અને સામાજીક કાર્યકર વિપુલભાઈ લુહાર દ્વારા બરવાળા પાણીપુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જે.પી.ચુડાસમા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે સૌની યોજના હેઠળ સુખભાદર ડેમ ભરવામાં આવ્યો છે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી ની પાણી પુરવઠા મંત્રી ને વારંવાર રજુઆત ને કારણે અંદાજે 200 થી 250 એમ.સી.એફ.ટી.સુધી સુખભાદર ડેમ(ભડલા ડેમ) માં પાણી ભરવામાં આવશે જેથી રાણપુર શહેર માં અને રાણપુર આજુબાજુ ના ગામડાઓમાં ઉનાળામાં પાણીની કોઈ જગ્યાએ તંગી નહી રહે આશાનીથી આખો ઉનાળો નિકળી જાય એટલુ પાણી સુખભાદર ડેમમાં આવી જશે સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે ઉનાળા દરમ્યાન સુખભાદર ડેમથી ઉમરાળા સુધી નવી લાઈન નખાઈ જશે જેમાં પહેલા ફેજમાં 41 કરોડ ના ખર્ચે નવી લાઈન નખાશે જેમાં ઉમરાળા થી રાણપુર ને મહીપરીએજ નુ પાણી પણ રાણપુર આપવામાં આવશે જેથી રાણપુર પંથકમાં પીવાના પાણી ની કોઈ સમસ્યા હવે નહી રહે
જ્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણી બાબતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને અને બોટાદ કલેક્ટર ને અનેક વાર રજુઆત કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી સરકાર પાસે અમારી માંગણી હતી કે રાણપુર શહેરમા પીવાના પાણી ની વિકટ સ્થિતી છે ઉનાળા માં પીવાનુ પાણી પુરતા પ્રમાણ માં મળી શકે તેમ નથી રાણપુર શહેર ને પીવાનુ પાણી પુરતુ મળી રહે તે માટે જીવાદોરી સમાન સુખભાદર ડેમ(ભડલા ડેમ)નર્મદાના પાણીથી તાત્કાલિક ભરવામાં આવે આ રજુઆત ને અને રાણપુરમાં ઉનાળામાં પાણીની સમસ્યા નો સર્જાય જેને લઈને ગુજરાત ના પાણીપુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ તાત્કાલિક સુખભાદર ડેમ(ભડલા ડેમ)ભરવાના આદેશ કર્યા છે અને સુખભાદર ડેમને સૌની યોજના અંતર્ગત નર્મદા ના નીર થી ભરવામાં આવ્યો તે બદલ રાણપુર ગ્રામ પંચાયત વતી ગુજરાત સરકાર નો અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો તથા બોટાદ કલેક્ટર, બરવાળા પાણીપુરવઠા વિભાગ સહીત તમામનો આભાર માનુ છુ
અહેવાલ:વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






