રિયો ડિ જાનેરો,તા.૭
૨૦૧૭માં બ્રાઝિલમાં ૬૫૬૦૨ હત્યા થઈ હતી. આરોહ્ય મંત્રાલયે આપેલી વિગત પ્રમાણે ૬૫૬૦૨ એટલે કે પ્રતિ કલાક સાતથી વધુ વ્યકિતની હત્યા થઈ હતી. યુવાન, અશ્ર્વેત પુરુષોની મોટા પ્રમાણમાં હત્યા થઈ હતી. ૪૯૩૬ મહિલાઓની હત્યા થઈ હતી જેમાં બે તૃતીયાંશથી વધુ અશ્ર્વેત મહિલા હતી.
બોલિવિયા અને પેરુથી થતા ડ્રગ સ્મગલિંગના નિયંત્રણ માટે હરીફ ગેંગ વચ્ચેના સંઘર્ષમાં મોટા ભાગના યુવાનો માર્યા ગયા હતા. નિષ્ણાતો માને છે કે બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સીનારે ગન કાયદા હળવા કર્યા છે. તે જાતા પરિસ્થિતિ હજુ વધુ વણસે તેવી સંભાવના છે.
ટ્રક ડ્રાઈવરો, રાજકારણીઓ, શિકારીઓ અને પત્રકારોને ગન ધરાવવાની પરમિટ મળશે. પ્રમુખ બોલસોનારેના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડાકરવામાં આવ્યો છે. એક સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક દશક અગાઉ એક વર્ષમાં જેટલી હત્યા થઈ હતી તેની સરખામણીમાં હત્યાનો આંકડો ૩૬.૧ ટકા વધ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





