દિલ્હી સરકારનો દાવો
ન્યુ દિલ્હી,તા.૧૧
કેજરીવાલ સરકારે દાવો કર્યો છે કે, ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસના પહેલાં દિવસે સોમવારે ૨૧ હજાર ફોન આવ્યા હતા. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારની ૪૦ પબ્લિક સર્વિસ લોકોના ઘર સુધી પહોંચી શકશે. તેમાં મેરેજ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાણી કનેક્શન જેવા કામ માટે માત્ર રૂ. ૫૦ આપવાના રહેશે.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસ માટે એક કોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં ૩૬૯ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. લોન્ચિગના પહેલાં જ દિવસે મોટી સંખ્યામાં લોકોના ફોન આવ્યા હતા. તેના કારણે ઘણાં કોલ કનેક્ટ પણ નહતાં થઈ શક્યા.
સરકારે જણાવ્યું કે, સાંજે છ વાગ્યા સુધીમાં ૨,૭૨૮ કોલ કનેક્ટ થયા હતા. તેમાં ૧૨૮૬ કોલના જવાબ આપવામાં આવ્યા હતા. બાકીના કોલને વેઈટિંગમાં રાખવામાં આવ્યા હતા. તેમને કોલ બેક કરવામાં આવશે. સરકારે જણાવ્યું કે,ટીમના સભ્યોના અલગ અલગ ડિપાર્ટમેન્ટ નક્કી કરવામાં આવ્યા છે. કોલ સેન્ટરનો દરેક સભ્ય દિલ્હીના સાત જિલ્લાઓના દસ્તાવેજ એકત્રિત કરશે અને ત્યારપછી લોકોની જરૂરિયાત પ્રમાણે તેમને ચોક્કસ સમયમાં તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. યોજના અંતર્ગત ૧૦૭૬ પર કોલ કરીને મોબાઈલ સહાયક બોલાવવાનો રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



