બ્રિજ પરથી નદીમાં કુદેલો યુવક જળકુંભીમાં ફસાયો

0
129

સુરત,
તા.૨૧/૦૩/૨૦૧૮

કાપોદ્રામાં આવેલી તાપી બ્રિજ પરથી એક યુવાને નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાકે, તાપી નદીમાં રહેલી જળકુંભીમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ ફાયર વિભાગે ભારે મહેનતે યુવકને તાપી નદીમાંથી બહાર કાઢ્યો હતો.

અમરોલી વિસ્તારમાં દીપક રાજુભાઈ ઓડ(ઉ.વ.૨૨) પરિવાર સાથે રહે છે. દરમિયાન બુધવારે અગમ્ય કારણોસર કપોદ્રા ખાતે આવેલી બ્રિજ પર પહોંચી ગયો હતો. અને બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. તાપી નદીમાં કૂદેલો યુવક જળકુંભીમાં ફસાઈ ગયો હતો. યુવકે છલાંગ લગાવી હોવાની જાણ રાહદારીઓને થતા ફાયર વિભાગના જાણ કરી હતી.

તાપી નદીમાં બ્રિજ પરથી યુવકે છલાંગ લગાવી હોવાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. અને જળકુંભીમાં ફસાયેલા યુવકને ભારે મહેનતે બહાર કાઢ્યો હતો. જલકુંભીના કારણે ફાયરને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાકે, ફાયર વિભાગ દ્વારા યુવાનને સહીસલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY