ભવિષ્યમાં તેમના પછી ટારી લીડર કોણ બનસે તે નક્કી કરી શકાશે
બ્રિટન,તા.૧૨
બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે આગામી મહિનાઓમાં રાજીનામું આપી શકે છે. મેએ બ્રેક્ઝિટ ડીલ મુદ્દે સતત વિવાદમાં રહે છે. રાજીનામા બાદ તે ટોરી (બ્રિટનનો પક્ષ) લીડરશિપ કોન્ટેસ્ટ કરશે, જેથી ઓક્ટોબર એન્યુઅલ કોન્ફરન્સમાં નવા લીડરની પસંદગી કરી શકાય. કેબિનેટના બે સીનિયર સભ્યોએ આડકતરી રીતે થેરેસા મેના રાજીનામાની વાત કરી છે.
થેરેસાના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, મે સમય પહેલાં એટલાં માટે રાજીનામું આપી રહ્યા છે જેથી ભવિષ્યમાં તેમના પછી ટોરી લીડર કોણ બનશે તે નક્કી કરી શકાશે. તેઓના રાજીનામાના પ્લાનને બેરિસ જ્હોનસન માટે અવરોધ ઉભો કરી શકાય.
બેરિસ જ્હોનસન થેરેસાનો લાંબા સમયથી રાજકીય હરિફ રહ્યા છે, જેઓ ભવિષ્યમાં યુરોપિયન યુનિયન સાથે અલગ જ ટ્રેડ ડીલ ઇચ્છે છે.
ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી અને મેના વર્ષોથી વિશ્વાસુ લીઆમ ફોક્સને થેરેસા મેએ રાજીનામાની વાત કરી છે. સીનિયર ટોરી સાંસદના જણાવ્યા અનુસાર, લિઆમે જ આડકતરી રીતે પીએમના રાજીનામાની વાત કરી છે. લીઆમ અનુસાર, થેરેસા મે ભવિષ્યમાં તેમના પદ માટે કોઇ યોગ્ય વ્યક્તિને બેસાડવા ઇચ્છે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



