વિદ્યાર્થીઓમાં વાચન રસ કેળવવા પહેલ
સુરત, તા.૩૧
વિદ્યાકુંજ સંકુલ, પાલનપુર જકાતનાકા સુરત ખાતેï આજે સોમવારના રોજ ‘વાંચે વિદ્યાકુંજ’ પુસ્તક પરબ, પુસ્તક પ્રદર્શન અને પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું. હતું. જેમાં વિદ્યાર્થી-વાલી-શિક્ષકોનાં શૈક્ષણિક, સામાજિક સંવર્ધન માટે વિવિધ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરવામાં આવેલ હતું. આ વિશેષ પ્રોજેક્ટનો હેતુ વિદ્યાર્થીનો વાચનરસ કેળવાય, જ્ઞાન વધે, સમજણ કેળવાય, આત્મવિશ્વાસ કેળવાય, પ્રેરણા મળે.
પ્રત્યેક મહાનવિભૂતિ, વિચારક, લેખક, સંત મહાત્માના જીવનની સફળતામાં પુસ્તક સૌથી પ્રથમ રહ્નાં છે. પરંતુ આજના સમયમાં વિદ્યાર્થી અને આપણે સહુ વાચનથી દૂર ભાગી રહ્ના છીએ. એમાં પણ મોબાઈલના જમાનામાં વાંચન વધુ લુપ્ત થઈ રહ્નાં હોય તેવું દેખાય છે. ત્યારે શાળામાં આવા પ્રયત્ન દ્વારા વિદ્યાર્થી-શિક્ષકોને વાચન પ્રત્યે રસ કેળવાય, તેઓ વાંચતા થાય અને તેનાથી તેમની જ્ઞાનશક્તિ-સમજણ શક્તિ વધે તે માટે આ પ્રોજેક્ટ વિશેષ સ્વરૂપે પ્રસ્તુત કર્યો હતો. વિશેષમાં શાળાના વિદ્યાર્થીઓએ દૈનિકપત્રોમાં આવતા અઠવાડિક વાંચવા યોગ્ય લેખો, પૂર્તિઅોના લેખો વિશે વિદ્યાર્થીઓ અને વાલીઅોને માહિતી આપી અને જે તે દૈનિક પત્રોના પહેરવેશ સાથે પ્રેઝન્ટેશન કયુ* હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




