બ્રિટન,તા.૧૩
બ્રિટનની અદાલતે ભારતીય મૂળની પત્નીની ૫૯ વખત છરીના ઘા ઝીંકી હત્યા કરનારા બ્રિટિશ પતિને આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપી લોરેન્સ બ્રાન્ડે ગયા ર્ષે ક્રિસમસના દિવસે તકરાર બાદ તેની પત્નીની હત્યા કરી હતી. તેણે પત્ની એન્જેલા મિત્તલ (૪૧)ની હત્યા કરવા માટે બે ચપ્પાનો ઉપયોગ કર્યો હતો. હવે બ્રાન્ડને ઓછામાં ઓછા ૧૬ વર્ષ અને ૮ મહિનાની સજા ભોગવવી પડશે.
જજ હીથર નોર્ટને બ્રાન્ડને કહ્યુ કે તમે બાથરૂમમાં પત્નીની હત્યા કરી છે. તેને ૫૯ વખત ચપ્પાના ઘા મારવામાં આવ્યા હતા. હત્યા કરતી વખતે જ્યારે એક ચપ્પુ તૂટી ગયું તો કિચનમાં જઇને તમે બીજું લઇ આવ્યા. આ એક જઘન્ય અપરાધ છે. ફોરેન્સિક પુરાવાઓના આધાર પર કહેવાયું છે કે આ હુમલા પછી પણ પીડિતા જીવંત હતી અને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ એન્જેલાનો મૃતદેહ બર્કશાયર સ્થિત ઘરમાં મળ્યો હતો. તેના ગળા અને છાતીમાં ઇજાના નિશાન હતા. હત્યા પછી આરોપીએ એમ્બ્યુલન્સ બોલાવાની જગ્યાએ ઇમર્જન્સી નંબર ૯૯૯ પર કોલ કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો એજન્લાની મૃત્યુ પામી હતી. કોર્ટના નિર્ણય પછી એન્જેલાના પિતા ભરત અને માતા કમલા મિત્તલે કહ્યુ કે દીકરી ખુશ મિજાજ હતી. હંમેશા મિત્રો અને સંબંધીઓ સાથે વાત કરતી હતી. તે પોઝિટિવ વિચાર સાથે આગળ વધતી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



