ઓસ્ટ્રેલિયમાં દાયકાનું સૌથી ભયંકર પૂર, હજારો લોકોનું સ્થળાંતર

0
27

આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાના સંકેતો
સિડની,તા.૩
ઓસ્ટ્રેલિયામાં દાયકાનું સૌથી ભયાનક પૂર આવતા ત્યાંની નદીઓ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેના કારણે ઉત્તરપૂર્વી ભાગમાં હજારો લોકોને તેમનું ઘર છોડીને અન્ય સુરક્ષિત જગ્યાએ વિસ્થાપિત થવુ પડ્યું છે. જ્યારે અધિકારીઓએ આગામી થોડા દિવસોમાં વધુ વરસાદ પડે એવા સંકેતો આપ્યા છે.
તેમને બતાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના ઉત્તરી ભાગમાં મોનસૂનના સમયે ભારે વરસાદ પડે છે પરંતુ તાજેતરમાં વરસાદ સામાન્ય લેવલથી વધારે થયો છે. જેના કારણે ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરપૂર્વી ક્વીંસલેન્ડના ટાઉંસવિલે શહેરમાં હજારો રહેવાસી વીજળી વગર રહી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં જો વરસાદ વધારે થયો તો લગભગ ૨૦,૦૦૦થી વધુ લોકોના ડૂબવાનો ખતરો છે. રેસ્ક્યૂ ટીમ લોકોની મદદ માટે સતત અને પર્યાપ્ત પ્રયત્ન કરી રહી છે. ક્વીંસલેન્ડના પ્રમુખે શનિવારે પત્રકારોને જણાવ્યું કે,‘આ સામાન્ય રીતે ૨૦ વર્ષમાં એકવાર નહીં પરંતુ ૧૦૦ વર્ષોમાં એકવાર થાય એવી ઘટના છે.
જ્યારે હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરી ક્વીંલેન્ડ રાજ્યના ઉપર મધ્યમ ગતિથી આગળ વધી રહેલા મોનસૂનનો ઓછા દબાણનો ક્ષેત્ર બન્યો છે જેના કારણે અમુક ક્ષેત્રોમાં ભારે વરસાદ પડવાની આશંકા છે. જેટલી એક વર્ષમાં નથી થઈ. ટાઉંસવિલેના રહેવાસી ક્રિસ બ્રૂકહાઉસે કહ્યું કે,‘મે આ પહેલા ક્યારે આવી ભયંકર પરિસ્થિતિ જોઈ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY