લંડન,તા.૨૯
બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે તદ્દન અલગ અંદાજમાં જાવા મળ્યા છે અને હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં થેરેસા મે ડાન્સ કરતાં દેખાઇ રહ્યાં છે.
થેરેસા મે દક્ષિણ આફ્રિકાની મુલાકાત પર હતા. અહીં તેમણે કેપટાઉન જવાનો મોકો મળ્યો હતો. આ દરમ્યાન તેમણે એક મકજી સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં જવાની તક મળી હતી. અહીંના બાળકોની સાથે થેરેસા મે એવા ભળી ગયા કે બાળકો એ જ્યારે તેમના સ્વાગતમાં પારંપરિક નૃત્ય કરવા લાગ્યા તો થેરેસા પોતાને રોકી શકયા નહીં. થેરેસા મે પણ બાળકોની સાથે ડાન્સ કરવા લાગ્યા.
આપને જણાવાનું કે થેરેસા મે ૨૦૧૬ની સાલમાં બ્રિટનના વડાપ્રધાનનું પદભાર સંભાળ્યું હતું. તેઓ માર્ગરેટ થેચર બાદ બ્રિટનમાં વડાપ્રધાન બનાવનાર બીજા મહિલા થઇ ગયા છે. થેરેસા એ બ્રેક્ઝિટ બાદ દુનિયામાં બ્રિટન માટે સાહસિક અને નવી સકારાત્મક ભૂમિકા નિભાવાનો સંકલ્પ લીધો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




