ભરૂચ નગર પાલિકા અને ગેઈલ ઈન્ડિયા કંપનીના ઉપક્રમે ફ્રી સેનેટરી નેપકીનનું વિતરણ

0
13

આજ રોજ ભરૂચ નગરપાલિકા અને ગેઈલ ઇન્ડિયા કંપનીના સંયુક્ત ઉપક્રમે પંડિત ઠાકુર ઓમકારનાથ ભવન ખાતે ફ્રી સેનેટરી વિતરણ તેમજ માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે દિવ્યાંગ બાળકોના હસ્તે કેક કાપી ઉજવણી પણ કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકા અને ગેઈલ ઇન્ડિયના સંયુક્ત ઉપક્રમે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દુષ્યંત પટેલની વિશેષ ઉપસ્થિતિ માં અને પ્રદેશ ભાજપા મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિ પંડયાના મુખ્ય મહેમાન પદે મહિલાઓ અને કિશોરીઓ માટે ફ્રી સેનેટરી નેપકીન વિતરણ અને માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમીનાર દરમ્યાન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિનની કલરવના દિવ્યાંગ બાળકો અને મહાનુભાવોના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાન મોદીના જન્મદિન ની શુભેચ્છા પાઠવી તેમના કાર્યને બિરદાવ્યું હતું.

આ પ્રસંગે કિશોરીઓ અને મહિલાઓને ફ્રી સેનેટરી નેપકીનનું વિતરણ કરવા સાથે ડો.હિના શાહ દ્વારા ઉપસ્થિત મહિલાઓ અને તરુણીઓને ઉપયોગી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા,ઉપ પ્રમુખ ભરત શાહ,ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,ધર્મેશ ભટ્ટ,ધર્મેશ મિસ્ત્રી,પૂર્વ પ્રમુખ દક્ષા પટેલ, પ્રફુલલા દુધવાલા સહિત
પાલિકાના અધિકારીઓ અને સભ્યો અને ગેઈલ ઇન્ડિયાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

રિપોર્ટ અંકિતા પાટણવાડિયા
9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY