ન્યુ દિલ્હી,
તા.૨૯/૪/૨૦૧૮
નોઈડા વાલ્વો અને ડીટીસી બસ વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત નીપજ્યા છે. નોઈડા શહેરના સેક્ટર-૨૧ એ સ્ટેડિયમ ચાર રસ્તાએ સવારે લગભગ છ વાગે અકસ્માત થયો. આ ઘટનામાં ચાલક સહિત બેના મોત થઈ ગયા, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. જેમાંથી સાત ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાવાઈ છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને નોઈડા જિલ્લા હોસ્પટલ અને પ્રકાશ હોસ્પટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, રવિવાર સવારે લગભગ છ વાગે પૂર ઝડપે આવતી વોલ્વો બસ ફરૂખાબાદથી દિલ્હી નોઈડાના ૧૨-૨૨ ક્રોસ રોડ થતા જઈ રહી હતી.
બસ સ્ટેડિયમ ક્રોસ રોડ પહોંચી તો પૂરઝડપે આવતી ડીટીસીની બસે સ્પાઈસ તરફથી પાછી ફરતી વોલ્વો સાથે અથડાઈ. આ વાલ્વો બસમાં સવાર એક શખ્સનું મોત થઈ ગયુ જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ છે. ઘટનામાં સાત લોકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે, જેને હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસના ડ્રાઈવરનું મોત નીપજ્યુ છે. ઘટના સમયે ડીટીસીની બસ ખાલી હતી. નહીં તો આ ઘટનામાં વધારે નુકસાન થાત. ઘટના બાદ સેક્ટર-૨૧ એ સ્ટેડિયમ ક્રોસવર્ડ પર બસોને ક્રેનથી હટાવીને રસ્તાને પાણીથી સાફ કરવામાં આવ્યા છે. ચોકી ઈન્ચાર્જ ઘિરાન સિંહનું કહેવુ છે કે વોલ્વો બસ અને ડીટીસીમાં પાછા ફરતા સમયે અકસ્માત થયો હતો. ડીટીસી સેક્ટર-૧૦માંથી આવી રહી હતી. ઘટના થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળેથી ગાડીઓને હટાવી દેવાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





