બ્રિટિશ રાજવી પરિવારમાં ડખો, મેઘન અને ભાભી કેટ વચ્ચે અબોલાની શંકા

0
10

બ્રિટન,તા.૮
બ્રિટિશ રાજવી પરિવારના ભાઈઓ વચ્ચે તડાં પડ્યા હોવાની અટકળો વાયુવેગે પ્રસરી છે. તાજેતરમાં યોજાયેલી બોર્ડ મીટિંગમાં ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બિજ (વિલિયમ અને કેટ) હાજર રહ્યા ન હતા જેને પગલે આ અટકળો વધુ પ્રબળ બની છે. રોયલ ફાઉન્ડેશનની બોર્ડ મીટિંગમાં નાના ભાઈ પ્રિન્સ હેરી તેમજ તેમની પત્ની મેઘન હાજર રહ્યા હતા પરંતુ મોટા ભાઈ તેમજ ભાભીની સૂચક ગેરહાજરી રહી હતી.
વિલિમય અને કેટે હેરી અને મેઘન સાથે મળીને રોયલ ફાઉન્ડેશનની આગેવાની કરી રહ્યા છે પરંતુ તેની બેઠકમાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. ચાલી રહેલી ચર્ચાઓ મુજબ આ બેઠક બાદ સ્ટાફ માટે ક્રિસમસ પાર્ટીનું પણ આયોજન હતું અને તેમાં ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ (હેરી અને મેઘન) જ હાજર હતા જ્યારે વિલિયમ અને કેટ પાર્ટીમાં આવ્યા નહતા.
કેન્સિગ્ટન પેલેસ દ્વારા જણાવાયું હતું કે વિલિયમ અને કેટ હાજર રહેવાના ન હતા જા કે સૂત્રોના મતે રોયલ ફાઉન્ડેશનની બોર્ડ બેઠક અને બાદમાં યોજાયેલી પાર્ટીમાં મોટા ભાઈ તેમજ ભાઈની ગેરહાજરી શરમજનક બાબત છે.
સૂત્રોની વાત માનીએ તો પ્રિન્સ હેરી (૩૪) અને મેઘન (૩૭) કેન્સિગ્ટન પેલેસ છોડીને ફ્રોગમોર સ્થિત કોટેજમાં રહેવા જવાના છે તેવી જાહેરાત બાદ મોટા ભાઈ તેમજ નાના ભાઈ વચ્ચે સંબંધોમાં કડવાશ આવી હોવાનું જણાય છે. આ ઉપરાંત બન્ને ભાઈઓની પત્નીઓ કેટ અને મેઘન વચ્ચે પણ અબોલા હોવાની આશંકા સેવાઈ રહી છે. માધ્યમોમાં બહાર આવેલી વિગતો મુજબ બન્ને ભાઈઓ વચ્ચે ચકમક ઝરી હોવાથી તેઓ એકબીજા સાથે કાર્યક્રમોમાં હાજર રહેવાનું ટાળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY