બીઆરટીએસના જનમિત્ર કાર્ડ ફ્રી મેળવવાની મુદતમાં વધારો થશે

0
35

અમદાવાદ,તા.૨૭
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વધુ ને વધુ નાગરિકો ‘કેશલેસ’ વ્યવહાર માટે પ્રેરાય તે માટે ગત તા.૧ સપ્ટેમ્બરથી આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી રૂ.પ૦ અને રૂ.૭પના ‘જનમિત્ર કાર્ડ’ મફતમાં આપવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ તંત્રની અન્ય જાહેરાતની જેમ આ જાહેરાતના ઢોલની પોલ ખૂલી પડી ગઇ હતી.
શહેરીજનોને જનમિત્ર કાર્ડ મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી. પ્રારંભના પંદર દિવસ તો અનેક પ્રકારના ધાંધિયા જાવા મળ્યા હતા. ખુદ આઇસીઆઇસીઆઇ બેન્કની શાખાઓમાં જનમિત્ર કાર્ડ પહોંચ્યા ન હતા, જેના કારણે હવે તંત્ર દ્વારા ‘ફ્રી’ જનમિત્ર કાર્ડની મુદતમાં વધારો કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
આઇસીઆઇસીઆઇ બેન્કની અનેક શાખામાં જનમિત્ર કાર્ડ ન પહોંચવા જેવા ધાંધિયાથી નાગરિકો પંદર-પંદર દિવસ સુધી તોબા પોકારી ઊઠ્યા હતા છેવટે સત્તાવાળાઓ હરકતમાં આવતા હવે સરળતાથી ‘ફ્રી’ જનમિત્રકાર્ડનું વિતરણ થઇ રહ્યુ છે, પરંતુ હવે સત્તાવાળાઓએ આ યોજનાની અગાઉ નિર્ધારિત કરેલી તા.૩૦ સપ્ટેમ્બરની નિર્ધારિત મુદતમાં વધારો કરવાની દિશામાં ક્વાયત આરંભી છે.
આ અંગે પૂછતાં સ્માર્ટસિટી પ્રોજેક્ટનો હવાલો સંભાળતા મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ શંકર કહે છે તા.૩૦ સપ્ટેમ્બરની અંતિમ તારીખની મુદતમાં વૃદ્ધિ કરવા અમે આઇસીઆઇસીઆઇ બેન્કના ટોચના અધિકારીઓ સાથે મંત્રણા શરૂ કરી હોઇ તેમાં અુમક સમયનો વધારો થઇ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY