હળવદ,તા.૨૭
ગઈકાલે રાત્રે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં ચાર વ્યક્તિ ઘાયલ થઈ હતી. ત્યારે આજે સવારે સાડા દસ આસપાસ શહેરમાં આવેલી દુકાનોની આગચંપી કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી હતી.
રાત્રે બનેલા બનાવમાં ઘાયલ થયેલાઓને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ પહેલા તેમને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
હળવદમાં બે કોમ સામસામે આવી જતાં શહેરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બની રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
હળવદમાં સવારે કેટલીક દુકાનોને તોફાની ટોળાએ આગ ચાંપી દીધી હતી. જેને પગલે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આગને કાબૂમાં લેવા માટે મિનરલ વોટરની બોટલો ખાલી કરવી પડી હતી.
રાત્રે બે કોમ સામસામે આવી જતાં ચાર લોકો ઘાયલ થયા હતા. જેને પગલે એક કોમના લોકો રાત્રે જ તેમના મકાનો બંધ કરીને નાસી ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




