નેત્રંગ ચારરસ્તા ઉપરથી ભરૂચ આર.ટી.ઓ.એ નવ હાઇવા-ડમ્પર ડિટેઇન કયૉ,

0
171

ભરૂચ આર.ટી.ઓ.ની કડક કાયઁવાહીથી ગેરકાયદેસર રેતીનો વ્યવસાય કરનાર માફિયાઓમાં ફફડાટ,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ ચારરસ્તાને ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવા માટે એ.પી સેન્ટર ગણવામાં આવે છે,જેમાં નેત્રંગ ચારરસ્તાથી નમઁદા અને સુરત જીલ્લાનો સરહદી વિસ્તારની શરૂઆત માત્ર ૧૫ કિ.મી પર થઇ જાય છે,જ્યારે મહારાષ્ટ્ર રાજ્યની સરહદી વિસ્તાર માત્ર ૫૦ કિ.મી આવેલો છે,જેથી ભરૂચ,નમઁદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં ગંભીર ગુનાહિત પ્રવૃતિઓને આસાનીથી પાર પાડી શકાય છે,જ્યાથે ગેરકાયદેસર બોડેલીથી રેતીનો વ્યવસાય કરનાર માફિયાઓ માટે રાષ્ટ્રીય ધોરી માગઁ નં-૫૬ આશીવૉદરૂપ સાબિત થઇ રહ્યો છે,જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નેત્રંગ ચારરસ્તા સહિત આજુબાજુના વિસ્તારના રસ્તાઓ પરથી દરરોજ ૧૦૦ જેટલા હાઇવા-ડમ્પર ગેરકાયદેસર અને ઓવરલોડ રેતી ભરીને બેરોકટોક દોડી રહ્યા છે,જેના કારણે રાષ્ટ્રીય ધોરી માગઁ નંબર-૫૬ રસ્તા અને પૂલોની હાલત જજઁરીત થઇ જવા પામી રહી છે,

જેમાં ગતરોજ રાત્રીના અંધકારના સમયે ભરૂચ આર.ટી.ઓ. એન.ટી.રોહિતે પુરતા પોલીસ બંદોબસ્ત સાથે નેત્રંગ ચારરસ્તા ઉપર વાહનચેકિંગ હાથ ધયુઁ હતું, જેમાં ભરૂચ આર.ટી.ઓ.ને હાઇવા-ડમ્પરના ડ્રાયવર-કંડક્ટર પાસેથી રોયલ્ટી,પાસ-પરમીટ સહિત જરૂરી દસ્તાવેજ નહી મળતાં ૯ જેટલા હાઇવા-ડમ્પરને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા હતા,તેમજ પોલીસતંત્રને કાયદેસરની કાયઁવાહી કરવાનક સુચના આપી હતી,જ્યારે ભરૂચ આર.ટી.ઓ.ની કડક કાયઁવાહીથી ગેરકાયદેસર રેતીનો વ્યવસાય કરનાર માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
મોબાઇલ નંબર :- ૯૪૦૮૯૭૫૩૯૩

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY