લો બોલો હવે જી .આર.ડી.જવાનો પણ એ.સી.બી.ના ડિકોઈ છટકામાં લાંચ લેતા ઝડપાયા

0
140

રાજપીપલા,

નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ માં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ ના જવાનો રાત્રી ફરજ દરમિયાન બૂંજેઠા ચેક પૉસ્ટ પર આવતા જતા વાહન ચાલકો પાસે રૂપિયા10,20,50 ની માંગ કરતા હોવાની માહિતી મળતા ભરૂચ એસીબી પી આઈ એ છટકું ગોઠવી બુધવારે એકડમી  ( ડિકોઈ ) વ્યક્તિ ની મદદ થી ફરજ પર ના જી આર ડી જવાને ડમી વ્યક્તિ કંચન તડવી પાસે રૂપિયા 10 ની માંગ કરી પરંતુ છુટા ન હોવાથી રૂપિયા 50 માંગી સ્વીકારતા એસીબી ના ડીકોઈ છટકા માં ઝડપાઈ જતા લાંચનો ગુનો કર્યો હતો.

આ છટકા માં ઝડપાયેલા ચાર પૈકી 1.કંચન પૂજા વણઝારા 2.પ્રવીણ મગન બારીયા 3.ભરત બાલુ બારીયા 4 મોસીન ફિરોજખાન રાઠૉડ આ તમામ આરોપીયો ગ્રામ રક્ષક દળ માં તિલકવાડા ખાતે ફરજ બજાવે છે તેમને ભરૂચ એસીબી પી આઈ બારોટે ઝડપી નર્મદા એસીબી પોલીસ સ્ટેશને  ગુનો નોંધી તપાશ હાથ ધરી છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY