આખરે ચાઈનાના સાંસદોએ દેશના બંધારણમાં ફેરફારોને બહાલી આપી

0
66

ચીનની સંસદે ખતમ કરી સમય મર્યાદા,જિનપિંગ આજીવન રાષ્ટ્રપતિ રહેશે
પ્રેસિડન્ટ કાર્યકાળની સમયાવધિ વધારવાના પક્ષમાં ૨૯૬૪ સભ્યોએ વોટિંગ કર્યુ

બેઈજિંગ,તા.૧૧
શી જિનપિંગને આજીવન કે ઈચ્છે ત્યાં સુધી ચીનના રાષ્ટ્રપતિ પદ પર યથાવત રહેવાનો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. ચીનની સંસદે આજે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદના બે કાર્યકાળની નિર્ધારીત સમયમર્યાદાનો અંત આણી દીધો છે. ચીનની સંસદે બે કાર્યકાળની મર્યાદાને બે તૃતિયાંસના બહુમત સાથે ખતમ કરી નાખી છે. સત્તારૂઠ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (ઝ્રઁઝ્ર) દ્વારા પ્રસ્તાવિત સંશોધનને સંસદ તરફથી મંજૂરી મળી ગઈ છે.
સંવિધાન સંશોધનની સાથે જ હવે ૬૪ વર્ષિય શી જિનપિંગ આજીવન ચીનના નેતા પદે રહી શકે છે. હાલ જિનપિંગનો પાંચ વર્ષનો બીજા કાર્યકાળ ચાલી રહ્યો છે. જુની મહત્તમ ૨ કાર્યકાળની અનિવાર્યતા ધરાવતી શાસન પ્રણાલી પ્રમાણે જિનપિંગ ૧૦ વર્ષ પુરા કર્યા બાદ ૨૦૨૩માં સેવાનિવૃત્ત થવાના હતાં. પરંતુ હવે તેઓ ઈચ્છે ત્યાં સુધી કે આજીવન ચીનમાં સત્તા પર રહી શકશે.
સંસદના વાર્ષિક સત્ર પહેલા જ સીપીસીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે બે કાર્યકાળની સમયમર્યાદાને હટવવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. પાર્ટીના પ્રસ્તાવોનું સમર્થન કરતા રહેવાના કારણે લગભગ ૩ હજાર સભ્યો ધરાવતી સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસને રબર સ્ટેંમ્પ સંસદ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે માઓત્સે તુંગની માફક અનિશ્ચિત કાળ સુધી કોઈના પણ દ્વારા સત્તા હડપી જવાના ખતરાને ધ્યાનમાં રાખતા સમ્માનિત નેતા દેંગ શિપયોપિંગે ચીનમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે મહત્તમ કાર્યકાલ એટલે કે ૧૦ વર્ષ સુધી સત્તામાં બની રહેવાની મર્યાદા નક્કી કરી દીધી હતી. જેને માઓ બાદ સૌથી શક્તશાળી નેતા તરીકે ઉભરેલા ૬૪ શી જિનપિંગે ઝ્રઁઝ્ર અને સંસદના જારે પલટી નાખ્યો છે. હવે જિનપિંગ આજીવન ચીનના સત્તાના સૂત્રો પોતાના હાથમાં રાખી શકે છે.
૬૪ વર્ષના શી જિનપિંગ ગયા વર્ષે જ સતત બીજી વાર પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા. સંસદમાં પ્રેસિડન્ટ પદ માટે ઉભા રહેવાની સીમા ખતમ કર્યા બાદ હવે જિનપિંગ માઓત્સે તુંગ બાદ ચીનના બીજાં સૌથી શક્તશાળી નેતા છે.
ગયા અઠવાડિયે આ પ્રસ્તાવને રજૂ કર્યા પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટીના ૭ સભ્યોની સ્ટેન્ડંગ કમિટીએ એકમતથી જૂના નિયમને બદલવાની વાત પર મહોર લગાવી હતી. ત્યારબાદથી એવું કહેવાય છે કે, જિનપિંગ હવે પોતાના જીવનકાળ સુધી ચીનના પ્રેસિડન્ટ રહેવા ઇચ્છે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY