ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા ચોરી કરનારો ઝડપાયો

0
96


રાજકોટ,તા.૨૨
રાજકોટમાં બાબા સાહેબની પ્રતિમા પરથી ચશ્મા ચોરી કરવાનો મામલો સામે આવ્યો હતો. ગણતરીના કલાકોમાં પોલીસે ચશ્મા ચોર શખ્સની ધરપકડ કરી છે. છ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહેબૂબ ભાડુલા પાસેથી ચશ્મા કબ્જે કર્યા છે.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે રાજકોટમાં બાબા સાહેબની મૂર્તિના ચશ્મા ચોરાયા હતા.અસામાજિક તત્વોની અવળચંડાઈ સામે આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. હોસ્પિટલ ચોક ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.દલિત સમાજના આગેવાનો દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ હતી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરી હતી.
ઉલ્લેખનિય છે કે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા અસામાજીક તત્વોએ ચોરી કરતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અસામાજીક તત્વોએ ચશ્માં ચોરી કરી લઇ ગયા હોવાથી દલિત સમાજના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસને જાણ થતા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY