ભાઈની હત્યા અખલાક કેસની તપાસ કરવાને કારણે થઈ : બહેનનો સનસનીખેજ આરોપ

0
11

બુલંદશહર,તા.૪
યુપીના બુલંદશહરમાં શહીદ થયેલા પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યાના તાર અખલાક કેસની સાથે જાડાયેલા છે. ઈન્સ્પેક્ટરની સુબોધસિંહના બહેને પોલીસ પર બેહદ સંગીન આરોપ લગાવતા કÌš છે કે તેમના ભાઈની હત્યા અખલાક કેસની તપાસ કરવાને કારણે થઈ હતી. પોતાના ભાઈની હત્યામાં પોલીસની પણ સંડોવણી હોવાનો ગંભીર આરોપ સુબોધસિંહના બહેને લગાવ્યો છે. ઈન્સ્પેક્ટરના બહેને ગંભીર સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેમના ભાઈને એકલા કેમ છોડવામાં આવ્યા હતા? તેમણે સવાલ કર્યો હતો કે ભાઈની સાથેનો પીએસઆઈ અને ડ્રાઈવર તેમના ભાઈને એકલા મૂકીને શા માટે ચાલ્યા ગયા હતા?
સુબોધસિંહના બહેને કહ્યું છે કે ગોરક્ષાના નામ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માત્ર વાતો કરી રહ્યા છે. તેઓ ખુદ કેમ ગૌરક્ષા કરતા દેખાતા નથી? તેમણે માગણી કરી છે કે તેમના ભાઈને શહીદનો દરજ્જો આપવામાં આવે. એટાના પૈતૃક ગામ ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવે. સુબોધના બહેને ક્હ્યું છે કે તેમના પિતા પણ આવી જ રીતે ડ્યૂટી કરતી વખતે ગોળી વાગવાથી શહીદ થયા હતા. તેમના પરિવારજનો બહાદૂર છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમના પરિવારને આવીને મળે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY