તસ્કરોએ બે સ્થળોનએ હાથફેરો કર્યો
સુરત, તા. ૪
કામરેજ અને બારડોલી વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનેલા બનાવમાં રૂપિયા ૫.૦૪ લાખની મતા ચોરાઈ હતી. ઉકત બન્ïને ચોરીના જુદા-જુદા બનાવો અંગે સંબંધિત પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કામરેજ ઉમા મંગલ રોડ, સ્વસ્તિક સોસાયટીનાï બંગલા નં. બી-૩૪માંથી તસ્કરો રોકડા રૂ. ૫૨ હજાર, સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૨,૭૬,૧૫૦ની મતા ચોરી ગયા હતા. ઘરમાલિક હર્ષાબેન પ્રફુલ્લભાઈ પારેખે કામરેજ પોલીસ મથકે ફીરયાદ નોîધાવી હતી.
બારડોલી લીમડા ચોક આસોપાલવ સિલ્ક પેલેસ નામની દુકાનમાંથી બે અજાણ્યા ચોરે રોકડા રૂ. ૨,૨૮,૭૪૦ની ચોરી કરી હતી. દુકાન માલિક સુશીલભાઈ ત્રબંકભાઈ આહિરે બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



