મહાબળેશ્વરમાં બસ ૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી: ૩૩ લોકોના મોત

0
24

રાયગઢ,તા.૨૮
મહારાષ્ટ્રના પ્રખ્યાત પર્યટન સ્થળ મહાબળેશ્વરમાં એક બસ ભયાનક અકસ્માતનો શિકાર બની છે. વીકેન્ડ પર પિકનિક મનાવા જઇ રહેલા ૩૫ લોકોથી ભરેલ બસ અહીંના પહાડી રસ્તામાં ૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઇ. હૃદય કંપાવનાર આ ઘટનામાં ૩૩ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યકિત જીવીત મળ્યો છે.
વિજય સૂર્યવંશીએ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે પોલડપુરમાં બસ ખીણમાં પડતા તેમાં સવાર ૩૪માંથી ૩૩ લોકોના મોત થયા છે. અકસ્માતમાં ભોગ બનેલ તમામ વ્યક્તિઓ એક કૃષિ યુનિવર્સિટીમાં કામ કરતાં હતા. સવારે ૧૦ વાગ્યે અંબેનલી ઘાટ પર એક પહાડી વિસ્તાર પર બસ ખીણમાં પડી ગઇ. મળતી માહિતી પ્રમાણે એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે ને બચાવ-રાહત કામ શરૂ કરી દીધું છે. હાલ તો બસમાં સવાર ૮ લોકોના મૃતદેહ મળ્યા છે અને બીજાની શોધ ચાલુ છે. કહેવાય છે કે ધુમ્મસ અને વાદળોના લીધે આ અકસ્માત સર્જાયો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સવારે સડા છ કલાકે કોલેજના ૪૦ કર્મચારીઓનું એક ગ્રુપ બસથી પિકનિક ઉજવવા માટે જઇ રહ્યાં હતાં. આ બસમાં સવાર એક કર્મચારી ઘણી મુશ્કેલીથી ખીણમાંથી બહાર રસ્તા પર આવ્યો હતો. તેમણે વિશ્વવિદ્યાલય તંત્રને સૂચના આપી હતી. જાકે ઘટનાસ્થળે મોબાઇલ નેટવર્ક ન હોવાના કારણે રેસ્ક્્યુ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
બીજીબાજુ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટના પર શોક વ્યકત કર્યો છે. સીએમે ટ્‌વીટ કરી કહ્યુ્ં છે કે તેમણે મહાબળેશ્વર બસ અકસ્માતમાં લોકોના મોત અંગે જાણી દુઃખ થયું. તેમણે મૃતકોના પરિવારજનો પાસેથી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલ વ્યક્તિ ઝડપથી સાજા થાય તેની પ્રાર્થના કરી. તેમણે માહિતી આપી કે પ્રશાસન જરૂરી સહાયતા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ અધિકારી અને મેનેજમેન્ટ સિસ્ટમ પોતાનું કામ કરી રહી છે.
આની પહેલાં ગુરૂવારના રોજ કોલ્હાપુરમાં ૧૭ લોકો ભરેલી મિની બસ નદીમાં પડી ગઇ હતી. પશ્ચિમી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શિવાજી પુલ પર થયેલા આ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા હતા, જ્યારે બાકીના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઘાયલ આ લોકોને કોલ્હાપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મિની બસમાં સવાર આ તમામ યાત્રી ભગવાન ગણેશની પૂજા કરી પાછા ફરી રહ્યા હતા, ત્યારે બસના ડ્રાઇવરે પોતાના કાબૂ ગુમાવતા અને બસ પંચગંગા નદીમાં જઇને પડી. કહેવાય છે કે ડ્રાઇવર નશામાં હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY