મુંબઈ,તા.૨૪
ટીવીનાં સૌથી વિવાદિત શા ‘બિગ બાસ’ની એક્સ કંટેસ્ટેંટ અને જાણીતી એક્ટ્રેસ સારા ખાન પોતાના બાલ્ડ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. સારાનો એક વિડીયો અત્યારે ચર્ચામાં છે. આ વિડીયો તેના નવા ગીત ‘બ્લેક હાર્ટ’નો છે, જે આ મહિને ૨૧ તારીખે રીલીઝ કરવામાં આવ્યો હતો. સારા આ વિડીયોમાં ઘણા જ બાલ્ડ અંદાજમાં જાવા મળી રહી છે. તેણે પોતાનો આ વિડીયો જેવો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો તે લોકોનાં નિશાને આવી ગઈ હતી.
સારાનાં આ વિડીયો પર એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું, ‘મે આજ સુધી આને સંપૂર્ણ કપડામાં જાઈ જ નથી, તારાથી સારી તો રાખી સાવંત છે.’ તો એક અન્ય યૂઝરે લખ્યું, ‘રાખી સાવંત સાથેની દોસ્તીની આ અસર છે.’ આ પહેલા પણ સારા ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચુકી છે. સારાએ હાલમાં જ બિકિની પહેરીને ફાટોશૂટ કરાવ્યું હતુ, જેના પર સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ખરી-ખોટી સંભળાવી હતી. તો કેટલાક તેના બચાવમાં પણ ઉતર્યા હતા.
આ પહેલા સારા ખાનનો બાથટબમાં ન્હાતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આના વિશે સ્પષ્ટતા આપતા સારાએ કહ્યું હતુ કે, “મને નથી ખબર કે શું થયું. આ વિડીયો મારી બહેને બનાવ્યો હતો, પરંતુ જેવી તેને ખબર પડી કે કંઇક ખોટું થયું છે તો તેણે ડીલીટ કરી દીધો હતો. તે થોડાક નશામાં હતી અને અમે મસ્તી કરી રહ્યા હતા.” સારા પાકિસ્તાની શા ‘બેખુદી’માં પણ નજર આવી ચુકી છે. આ શામાં સારાનાં કામની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







