સી ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ પર થયેલ હુમલામા થયો નવો ઘટસ્ફોટ.

0
194

 

ભરૂચના જે.પી.કોલેજ ઉપર મધ્યરાત્રીના સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ના માથામાં કાંચની બોટલ મારી ફરાર થઈ ગયેલ બીજા અન્ય પોલીસ કોન્સ્ટેબલના કિસ્સામાં નવો ઘટસ્પોટ થવા પામ્યો છે.પોલીસની તપાસમાં બી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ઓળખાણ આપનાર શખ્સ બોગસ હોવાનું બહાર આવ્યું છે આ બનાવ અંગે પોલીસે ત્રણ જણ ની અટકાયત કરી અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ શહેરમાં ગત દિવસોમાં રાત્રિના સમયે ભરૂચના જે.પી કોલેજ રોડ ઉપર સી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ જયેશ ચૌધરી વાહન ચેકિંગ દરમિયાન બે બાઈકો લઈને ઉભેલ ચાર ઇસમોની પૂછપરછ કરતાં તેમાથી એક ઈસમે તેની ઓળખાણ બી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ હિતેશ મનહર ગોહિલ તરીકે આપી હતી જોકે જયેશ અને હિતેશ નામક વ્યક્તિ સાથે તું તું મેં મેં થતા ઉશ્કેરાયેલા ઈસમે જયેશ ચૌધરીના માથામાં કાંચની બોટલ મારી જગ્યા પરથી ફરા થઈ ગયા હતા જોકે બોટલ વાગતાં ઘવાયેલ જયેશ ને સારવાર અર્થે ભરૂચ સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી પોલીસે ધરપકડ કરેલ ત્રણ ઈસમો પૈકી ૧, શન્નીકુમાર અશ્વિન મિસ્ત્રી,૨, ચિંતન ડાહ્યા મિસ્ત્રી બંને રહે,નાની બજાર વેજલપુર, તેમજ અન્ય ભાવેશ નટવર બારોટ,રહેવાસી લીમડી ચોકનું નામ ખુલ્યું હતું મળતી માહિતી મુજબ શન્ની મિસ્ત્રી બી ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ હિતેશ ગોહિલનો મિત્ર થતો હતો તેથી આ લોકોએ હિતેશ નું નામ વટાવ્યુ હતું જોકે આ અંગે પોલીસે હિતેશની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે નોકરી પર થી રજા પર હોઈ આ સમય દરમ્યાન પોતાના ઘરે હોવાનું જણાવ્યું હતું.

જોકે હાલમાં તો પોલીસે ત્રણે આરોપીઓની અટકાયત કરી ફરાર ચોથા આરોપી મૌલીક ને ઝડપી પડવાની કવાયત હાથ ધરી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY