અમેરિકાના કેલિફોર્નિયામાં મસ્જિદમાં આગ લાગતાં અફડાતફડી મચી

0
7

ઘટનાસ્થળેથી ન્યૂઝીલેન્ડમાં થયેલા હુમલાનો ઉલ્લેખવાળો પત્ર મળ્યો
કેલિફોર્નિયા,તા.૨૫
અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયાની એક મસ્જિદમાં કથિત રીતે આગ લગાવવાની ઘટના બની અને ઘટનાસ્થળથી ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખવાળો એક પત્ર મળ્યો છે. પોલીસે રવિવારે જણાવ્યું કે, આ ઘટનામાં કોઇ ઘાયલ નથી થયું અને ઇસ્લામિક સેન્ટર ઓફ એસ્કોંદિદોના સભ્યોએ ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ આગ બૂઝાવી દીધી હતી. મસ્જિદમાં સામાન્ય આગ લાગી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની તપાસ આગ અને ઘૃણા અપરાધની આશંકા તરીકે કરવામાં આવી રહી છે.
પોલીસ લેફ્ટિનન્ટ ક્રિસ લિકે જણાવ્યું કે, પાર્કિગ સ્થળથી એક પત્ર મળ્યો છે, જેમાં આ મહિને ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો પર થયેલા હુમલાનો ઉલ્લેખ છે. આ હુમલામાં ૫૦ લોકોનાં મોત થયા હતા. પોલીસે આ પત્રમાં બીજું શું લખ્યું છે તે વાતની વધારે જાણકારી નથી આપી. પોલીસે જણાવ્યું કે, ઘટના સમયે મસ્જિદમાં સાત લોકો હાજર હતા. તેઓએ ફાયર ટીમના પહોંચતા પહેલાં જ આગ બૂઝાવી દીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY