પીએનબી કૌભાંડમાં સંડોવાયેલા નિરવ મોદી પર મુંબઈ ડીઆરઆઈએ કરેલા રૂ.૯૩.૭૦ કરોડના ઓવર વેલ્યુએશનના કેસમાં સુરતના સ્થાનિક ડાયમંડ વ્યવસાયી તથા દલાલો પર પણ સકંજો કસવામાં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે. મુંબઈ ડીઆરઆઈએ આજથી ચારેક વર્ષ પહેલાં નિરવ મોદીના સુરતના ફાયર સ્ટાર ડાયમંડ યુનિટમાંથી આયાતી ડાયમંડ પર્લને બદલે હલકી ગુણવત્તાના ડાયમંડ જડીને તૈયાર કરેલી જ્વેલરી વિદેશમાં ઓવર વેલ્યુએશન કરીને મોકલી હોવાનો કેસ કર્યો છે. જે મુજબ વિદેશથી આયાત કરાયેલા કિંમતી ડાયમંડ પર્લ સુરતના સ્થાનિક બજારમાં ડાયવર્ટ કરવામાં આવતા હતા.જ્યારે કસ્ટમ એક્ટની જોગવાઈ મુજબ ડયુટી ફ્રી આયાતી ડાયમંડ પર પ્રોસેસ કરીને નિકાસ કરવાને બદલે સુરતના ડાયમંડ વ્યવસાયી અને દલાલો મારફતે હલકી ગુણવત્તાના ડાયમંડ મેળવી જ્વેલરીની નિકાસ કરવામાં આવતી હતી. નિરવ મોદીના માર્ગદર્શન હેઠળ સુરતના સચીનના એસઈઝેડ યુનિટમાંથી આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને એકથી વધુ ઓવર વેલ્યુએશન કરીને સરકારી તિજોરીને ચુનો ચોપડયો હોવાની વિગતો સાંપડી છે.જેથી નિરવ મોદીના માર્ગદર્શન હેઠળ સુરતના યુનિટનું સંચાલન કરતાં અન્ય ત્રણ શખ્શોના સુરતના સ્થાનિક હીરા બજારના સંપર્કોની પણ તલાશ હાથ ધરવામાં આવે તો નવાઈ નહીં. સુત્રોના જણાવ્યા મુજબ સુરતના ડાયમંડ વ્યવસાયી અને દલાલો પણ નિરવ મોદી પાસેથી આયાતી ડાયમંડ મેળવી હલકી ગુણવત્તાનો માલ પ્રોસેસ માટે આપતા હતા.જેથી નિરવ મોદી સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓ તથા દલાલો પર પણ સકંજો કસવામાં આવે તેવી સંભાવના નકારી શકાય નહીં.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"