મદદનીશ નિયામક એન્ટી કરપ્શન બ્યુરો વડોદરા ના પી આર ગેહલોટ સાહેબને મળેલ ફરિયાદ મુજબ આ કામના ફરિયાદી તેની પત્ની સાથે તારીખ 10. 4 2018 ના રોજ જંગલમાં બળતણના સૂકા લાકડા લેવા જતા હતા ત્યારે આરોપીએ ક્યા જાય છે તેમ કહી કુહાડો લઇ લીધેલ અને મારા સરકારી રહેઠાણે આવી ૫૦૦ રૂપિયા આપી કુહાડો કાઈ જજે એમ કહી લાંચ માંગતાં ફરિયાદીએ ગોધરા આવી ACB માં ફરિયાદ આપતાં આરોપી કિરણ મનસુખભાઇપંડ્યા ઉમર વર્ષ 21 વનરક્ષક વર્ગ- ત્રણ જેસીંગપુરા ફોરેસ્ટબીટ તાલુકો બોડેલી જીલ્લો છોટાઉદેપુર રહે હાલ તરગોળ સરકારી ક્વાર્ટર મયકગમ ગામ કોટડા તાલુકો તળાજા જીલ્લો ભાવનગરે 500 રૂપિયાની માંગણી કરતાં ગોઠવેલ છટકા દરમિયાન રકમ રૂપિયા 400 સ્વીકારી અને જે રકમ રિકવર થયેલ તે બાબતે ગુનો નોંધી આગળની તપાસ પંચમહાલ ACB ચલાવી રહી છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






