ભરૂચમાં સ્વચ્છતારથનું (ડીઝીટલ મોબાઇલ વાન) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ગામીતે કરાવેલું પ્રસ્થાન

0
61

ભરૂચ,
તા.૦૯/૦૩/૨૦૧૮ ના રોજ મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ધ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ૨ જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે “સ્વચ્છતા રથ”(ડીજીટલ મોબાઇલ વાન) ઝુંબેશ ચલાવવાના આહવાનના ભાગરૂપે સ્વચ્છ શૌચાલયની ઉપયોગીતા અને તે અંગેની લોકોની માનસિક વર્તણૂંકમાં ફેરફાર લાવવા તથા ખુલ્લામાં શૌચમુક્ત(ઓ.ડી.એફ.) અંગેની સ્થિરતા જાળવવા તેમજ ઘન અને પ્રવાહી કચરાના નિકાલ વ્યવસ્થાપન માટે બહોળા પાયે જનજાગૃતિ કેળવવા સાબુ વડે હાથ ધોવા, શુકો અને ભીનો કચરો જુદી જુદી કચરાપેટીમાં નાંખવા વગેરેની જનજાગૃત્તિ કેળવવા સ્વચ્છતારથ તા.૦૯/૦૩/૨૦૧૮ થી તા.૨૪/૦૩/૨૦૧૮ સુધી ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ફરશે.
સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત “સ્વચ્છતા રથ”જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.એમ.ગામીતે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સ્વચ્છતા રથ તા.૦૯/૦૩/૨૦૧૮ થી તા.૨૪/૦૩/૨૦૧૮ સુધી જિલ્લાના ૯ તાલુકાના કુલ ૧૮૦ ગામોમાં ફરશે. સ્વચ્છતા રથ દરેક ગામોમાં ગામદિઠ ચાલીસ મીનીટનું રોકાણ કરશે. ગ્રામજનોને શૌચાલયના ઉપયોગ અને સ્વચ્છતા અંગે જાગૃતિ આપશે. સ્વચ્છતા રથના પ્રસ્થાન સમયે ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીશ્રી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY