પ્રાપ્ત વિગત અનુસાર મદદનીશ નિયામક એસીબી કચેરી વડોદરા એકમ વડોદરાના પી આર ગેહલોટ સાહેબને ફરિયાદ કરવામાં આવેલ હતી કે ફરિયાદી પાસે આરોપી દ્વારા પાંચ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવે છે જે બાબતે ભરૂચ એન્ટીકરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર ને સુચના અને આપેલ દોરવણી મુજબ ફરિયાદીની માતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજુર થયેલ મકાનના હપતા ના રૂપિયા ૪૭,૦૦૦ ફરિયાદીની માતાના એકાઉન્ટમાં જમા કરવા માટે આ કામના આરોપી મનીષ પ્રભુદાસ પટેલ ઉંમર ૪૨ વર્ષ જુનિયર કો-ઓર્ડિનેટર વર્ગ-૩ 11 માસ કરાર આધારીત DRDA તાલુકા પંચાયત કચેરી જંબુસર જીલ્લો ભરૂચે 5,000 રૂપિયાની માગણી કરેલ તે છટકા દરમ્યાન માગણીની રકમ માંગી સ્વીકારી આબાદ પકડાઈ જઇ ગુનો કર્યો હતો જે બાબતે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





